Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઠંડીમાં ઘટાડોઃ ગિરનાર-૬.૬, રાજકોટ-૯.૦, નલીયા-૯.૧ ડિગ્રી

કડકડતી ઠંડીમાંથી રાહત મળતા લોકોને હાશકારોઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો

રાજકોટ, તા. ૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા ઠંડીમાં રાહત મળી છે.

છેલ્લા થોડા દિવસોથી સર્વત્ર કડકડતી ઠંડીનો અનુભવ થયા બાદ આજથી ઠંડીમાં રાહત થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, રાજકોટ ૯.૦, નલીયા ૯.૧, જામનગર ૧૦ ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનુ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી, મહત્તમ ૨૪ ડિગ્રી હવામાં ભેજ ૭૪ ટકા અને પવનની ઝડપ ૯.૮ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

જૂનાગઢ

જૂનાગઢઃ ધુમ્મસ અને ઠારના આક્રમણ વચ્ચે ગિરનાર પર ૬.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ છે જ્યારે જૂનાગઢમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન રહ્યુ છે.

આજે સવારથી વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાય ગયુ હતુ. જેની સાથે વાદળા પણ થઈ જતા વાતાવરણ ધુંધળુ રહ્યુ હતું.

દરમિયાનમાં આજે જૂનાગઢમાં બે ડિગ્રી ઠંડી ઘટીને તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયુ છે. ઠંડી ઘટવા છતા પણ ગાઢ ધુમ્મસને લઈ ઠંડીની આક્રમતા યથાવત રહી હતી.

ગિરનારનું તાપમાન ૬.૬ ડિગ્રી રહ્યુ છે. આમ એકંદરે ઠંડીમાં ઘટાડો થતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને પવનની ઝડપ ૪.૩ કિ.મી.ની રહી હતી.

કયાં - કેટલુ લઘુતમ તાપમાન ?

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૬.૬ ડિગ્રી

અમદાવાદ

૧૩.૭  ''

ડીસા

૧૧.૭  ''

રાજકોટ

૯.૦   ''

ભાવનગર

૧૩.૭  ''

પોરબંદર

૧૩.૦  ''

વેરાવળ

૧૪.૪  ''

જૂનાગઢ

૧૧.૬  ''

ઓખા

૧૫.૪  ''

ભૂજ

૮.૨   ''

નલીયા

૯.૧   ''

સુરેન્દ્રનગર

૧૨.૫  ''

ન્યુ કંડલા

૧૦.૩  ''

જામનગર

૧૦.૦  ''

મહુવા

૧૩.૫  ''

દિવ

૧૪.૮  ''

વલસાડ

૧૪.૫  ''

(12:23 pm IST)