Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વિવાદિત વીડિયોની ફરિયાદ હાઇકમાન્ડ સુધી પહોંચી :કચ્છના પૂર્વ ધારાસભ્યની સ્પષ્ટતા ;મજાક-મસ્તી માટે શેર કર્યો હતો વિડીયો

ચૂંટણી બાદ ટેકેદારોમાં નિરાશા ખંખેરી નવી ઉર્જા પૂરવા વીડિયો શેર કરાયો:ભાજપના જ પદાધિકારીઓએ ઢીશ્ક્યાંઉનો જવાબ આપ્યો તેની છબીલભાઈ પટેલે કરી ફરિયાદ

કચ્છના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલના વિવાદીત વીડિયોની ફરિયાદ ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી હોવાનું ચર્ચા વચ્ચે છબીલભાઈ પટેલે કહ્યું હતું કે તેમણે વીડિયો મજાક-મસ્તીમાં શેર કર્યો હતો. વિધાનસભા ચૂંટણી બાદ નિરાશ થયેલા ટેકેદારોમાં નિરાશા ખંખેરી નવી ઉર્જા પૂરવા માટે વીડિયો શેર કરાયો હતો.કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્યનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર જાગી હતી.

ભાજપના પદાધિકારીઓએ ઢીશ્ક્યાંઉનો જવાબ આપ્યો છે તેની છબીલભાઈ  પટેલે ફરિયાદ કરી છે. તેમણે માંગ કરી છે કે રીતે તેમની સામે વીડિયો જાહેર કરનારા કોણ છે અને કોના નેતૃત્વ હેઠળ રીતે વિરોધ કરી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ.

(11:04 pm IST)