Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ધોરાજી પાલીકાની ચૂંટણીની તૈયારી

સ્થાનીક રાજકારણની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ નહી વ્યકિત ગત ઉમેદવારની છાપ પ્રતિષ્ઠા જોઇ ચૂંટણી લડાશે...! ૧ર માંથી હવે નવા સિમાંકન પ્રમાણ ૯ વોર્ડ થયા... નવા વોર્ડનું વિભાજન ભાજપને ફળશે કે કોંગ્રેસને...! ટીકીટ વાંચ્છુકોના રાજકીય કાર્યાલયમાં આટાફેરા - પ્રજાની સેવા કે વ્યકિતગત મેવા...!

 ધોરાજી તા. ર :.. સૌરાષ્ટ્ર-કચ્છની ૩૪ નગરપાલીકાની  ચૂંટણી સાથે ધોરાજી નગરપાલીકાની ચૂંટણીની ગતિ વિધીનો પ્રારંભ થઇ ચુકયો છે જે અંગે તંત્રે તૈયારીઓ આરંભી દીધેલ છે.

ટૂંક સમયમાં જાહેરનામુ પ્રસિધ્ધ થશે અને ટીકીટ વાંચ્છુકોના રાજકીય પાર્ટી ઓફીસે આંટાફેરા ચાલુ થઇ ગયા છે.

 કુલ ૧ર વોર્ડ હતા જે નવા સીમાંકન પ્રમાણે હવે ૯ વોર્ડ બન્યા છે અને એક વોર્ડમાં ર સ્ત્રી અનામત સાથે ર પુરૂષ કુલ ૪ ઉમેદવાર ઉભા રહેશે એટલે ૯ વોર્ડમાં કુલ૩૬ ઉમેદવારોમાં ૧૮ સ્ત્રી ૧૮ પુરૂષ ઉમેદવારો સભ્ય બનશે. હાલમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પ્રસિધ્ધ કરેલ છે જે મતદારો એ પોતાના નામ ચકાસવાની છેલ્લી તક મળી છે જે કોઇના નામમાં ભુલ હોય નામ કમી થઇ ગયા હોય તો તેવો તાત્કાલીક ફેરફાર કરી શકે છે. સુધારો કરી શકે છે.

ધોરાજી નગરની સેવામાં રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સ્વચ્છ પ્રતિભા ધરાવતા જ ઉમેદવારોને ટીકીટ આપે ભુતકાળ તમામ પાર્ટીના ખરાબ છે. પ્રજા પણ જાણી ગઇ છે. ત્યારે ખરા અર્થમાં ધોરાજીને નંદનવન બનાવવા માટે સેવા અર્થે જોડાય છે એવા જ   નવ યુવાનોએ વેપારીઓએ સમાજના વિવિધ આગેવાનો એ સામાજીક સેવા સંસ્થા સાથે જોડાયેલા પ્રતિભા સંપન્ન લોકોએ  ધોરાજી નગરપાલિકામાં જોડાવવુ જોઇએ તો જ નગરનું ગુજરાતનું અને દેશનું સારૂ થશે આ માટે સમાજમાંથી બુધ્ધીજીવી લોકોએ આગળ આવવુ જોશે...

હાલમાં વહીવટદારનું શાસન છે ધોરાજી નગરપાલિકા સુપરસીડ થઇ છે વિકાસના કામો ખોરંભે પડયા હતા. ગુજરાત સરકારે ધોરાજીને નંદનવન બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ જે આજે સરકારશ્રીના સુપરવિઝન હેઠળ રાજકોટ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટદાર ડે.કલેકટર અને ચીફ ઓફિસરશ્રી શહેરના વિકાસ વહીવટદાર ડે.કલેકટર અને ચીફ ઓફિસરશ્રી શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

નવા સીમાંકન પ્રમાણે ર.૧૮ની ચૂંટણી ભાજપને કે કોંગ્રેસને ફળશે...! જે પ્રશ્ન ઉભો થયો છે.

ધોરાજી નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જેમાં ર૪ ઉમેદવારો ભાજપે ઉભા રાખ્યા હતા અને ર૪માંથી ર૪ ઉમેદવારો વિજય થયા હતા બાદ પ થી ૬ સભ્યોએ ભાજપને ટેકો આપતા સંપુર્ણ બહુમતી ભાજપ પાસે હતી પરંતુ ભાજપના આંતરીક વિખવાદના કારણે ધોરાજી નગરપાલિકા સ્પષ્ટ બહુમતી હોવા છતાં સરકારે સુપરસીડ કરવાની ફરજ પડી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે ફુકી-ફુકીને પાણી પીવે એ રીતે સ્વચ્છ પ્રતિભા સંપન્ન ઉમેદવારો લેવાના છે અને ભાજપના પ્રદેશ અને જીલ્લાના હોદેદારો પણ ધોરાજી તરફ મીટ માંડી બેઠા છે.

જયારે સામે પક્ષે કોંગ્રેસમાં વિધાનસભા જીતના કારણે ઉત્સાહ વધુ જોવા મળ્યો છે એ પણ ધોરાજી નગરપાલિકા કબ્જે કરવા ચક્રો ગતિમાન કર્યા છે

પરંતુ ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ધોરાજી નગરપાલિકામાં ભાજપ આવશે તો વિકાસ કાર્યોમાં ફાયદો જોવા મળશે તેવુ રાજકીય ચર્ચામાં જાણવા મળ્યુ હતુ.

(2:22 pm IST)