Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ધ્રાંગધ્રાની વધારાની જવાબદારી ઇન્સ. વ્યાસને સોંપાતા હર્ષ

ધ્રાંગધ્રા તા. ૨ : ધ્રાંગધ્રામાં છેલા ઘણા સમયથી કાયદો અને વયવસથા કથળી રહી હોવાથી શહેરના વેપારીઓ અસમાજીક તત્વોથી ત્રાહીમામ થઈ ગયા હતા લુખા તતવોની દાદાગીરી સકુલ કોલેજમા ખુલેઆમ વિદ્યાનીઓની છેડતી કરવી વેપારીઓ પાસેથી હપ્તા માંગવા દુકાનોમાથી માલ સામાન લઈ પૈસા ન આપવા વગેરે બાબતોથી શહેરના વેપારીઓ નાછુટકે ગઈ કાલે પત્રકાર નરેન્દ્રસિંહ ઝાલા ની આગેવાનીમા સવ ખર્ચે બસ બાંધીને તેમજ પોતાની ગાડીઓ લઈ ને ગાંધીનગર રજુઆત કરતા ગૃહ મંત્રી એ તુરંત નિર્ણય લઈ જાબાજ પોલીસ અધિકારી એલ.સી.બી. પી.આઇ. એન.કે.વયાસને ધ્રાંગધ્રાની વધારાની જવાબદારી હાલ પુરતી સોપવામા આવેલ છે.

તમામ વેપારીઓએ ગઈ કાલે રાત્રે શકિત ચોકમા એકઠા થઈ શહેરની મુખય બજારોમા ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઉભો કર્યા હતો અને આજે શહેરના તમામ વેપારીઓ જયારે એન.કે.વ્યાસ ચાર્જ સંભાળશે તૈયારે ઢોલ નગારા તેમજ ફુલહાર સાથે તેમનુ સવાગત કરવા જવાના છે.

(12:49 pm IST)