Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વેરાવળમાં ટ્રાફિક પોલીસ દ્વારા ૧૭ લાખના દંડની વસુલાત

વેરાવળ તા. ૨ : વેરાવળ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૭માં ટ્રાફિકની એન.સી.કેસ તેમજ આર.ટી.ઓ. દ્વારા મળી કુલ રૂ. ૧૭ લાખ જેવો દંડ વસુલ કરેલ છે.

ટ્રાફિક પોલીસના એ.એસ.આઇ. ગળચર સહિતની ટ્રાફિક પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કામગીરી કરેલ. જેમાં જાન્યુઆરીથી ડીસેમ્બર ૨૦૧૭ દરમિયાન ૭૧૭૯ એન.સી. કેસો કરી રોકડા રૂ. ૮,૯૬,૭૫૦ તેમજ કલમ ૨૦૭ મુજબ ૨૨૯ જેટલા વાહનો ડીટેઇન કરતા આર.ટી.ઓ. કચેરી દ્વારા રૂ. ૮,૩૩,૩૧૦ મળી કુલ રૂ. ૧૭,૩૦,૦૬૦નો દંડ વસુલ કરેલ હતો.

(12:48 pm IST)