Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

લખતરના કડુ ગામ પાસે કાર પલ્ટી જતા ૩ને ઇજા

વઢવાણ તા.૨: અમદાવાદથી પરત કરી રહેલો લખતરના પરિવારને કડુ પાસે કારનું ટાયર ફાટી જતાં કાર પલ્ટી ખાય ગઇ હતી. જેમાં એક જ પરિવારના ૩ લોકો કાર નીચે દબાઇ ગયાં આ ઘટનાની જાણ થતા લખતર ૧૦૮ના પાયલોટ જયપાલસિંહ અને ઇ.એમ.ટી દાજી રોજાસરા ઘટના સ્થળે પહોંચી ત્રણેય વ્યકિતને લખતર સી.એચ.સી.સેન્ટરે ખસેડ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર ખસેડ્યા હતા. જ્યારે એમની સાથે રૂપિયા ભરેલા થેલા તેમજ ૨ એપલ ના મોબાઇલ તેમજ તેમની પાસે રહેલા થેલા ૧૦૮ના સ્ટાફ દ્વારા તેમને પરત કરવામાં આવ્યા હતા અને તેમની પ્રમાણિકતા દાખવી હતી.

(12:47 pm IST)