Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

માણાવદરમાં ભાલેચડાની મહિલાને પતિનો અવારનવાર ત્રાસ

જુનાગઢ, તા. ર :  માણાવદરનાં ભાલેચડાની બાવાજી મહિલાને પતિએ ૧૭ વર્ષનાં લગ્નજીવન દરમિયાન અવાર-નવાર ત્રાસ આપ્યો હોવાની પોલીસ ફરીયાદ કરી છે.

માણાવદર તાલુકાના ભાલેચડા ગામની બાવાડ પરીણીતા ચેતનાબેન દિલીપ કાપડી (ઉવ.૪૦) એ તેનો હાલ પોરબંદર ખાતે રહેતો દિલીપ ભોવાનભાઇ કાપડી સામે માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જેમાં મહિલાએ જણાવેલ કે ૧૭ વર્ષનાં લગ્ન જીવન દરમ્યાન પતિ દિલીપ ભોવાને અવારનવાર દુઃખ ત્રાસ આપી પરેશાન કરેલ અને થોડા સમય અગાઉ ઝઘડો કરી પોરબંદર પાસેનાં પોતાના ગામ બોખીરા  જતો રહ્યો છે.

પોલીસે મહિલાની ફરીયાદ પરથી કાર્યવાહી હાથ ધરી છે. (૯.પ)

(11:41 am IST)