Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પોરબંદરમાં 'જશ્ને ગૌષેઆઝમ'કાર્યક્રમ

પોરબંદરઃ વિ.જે.મદ્રેસા સંકુલમાં 'જશ્નેગૌષેઆઝમ 'કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોયઝ, ગર્લ્સ અને ઇગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ નાઅતશરીફ, મનકબત, તકરીર રજુ કરી હતી શેખ સૈયદના મોહયુદિન અબ્દુલકાદીર જીલાની ગૌષેઆઝમ દસ્તગીર રદીઅલ્લાહો તઆલા અન્હોની બારગાહમાં ખિરાજે અકીદત પેશ કરવા દર વર્ષ મુજબ આ વષે૪ પણ જશ્ને ગૌષેઆઝમ દસ્તગીર કાર્યક્રમ વિ.જે.મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઇસ્કુલ તેમજ શેઠ હાજી અબદુલ્લાહ ઝવેરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલના છાત્રોએ રજુ કર્યો હતો વિ.જે.મદ્રેસા બોયઝ હાઇસ્કુલના ધો.૬ના વિદ્યાર્થી સૈયદ અલીરઝા સઆદતઅલીબાપુએ અનોખા અંદાઝમાં મનકબત પઢીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જયારે પરમાર અફજલ સાજીદભાઇ બીજા ક્રમે અને મલેક જરતાબ યાકુબભાઇ ત્રીજા ક્રમે રહ્યા હતા ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાંથી નાઅત-મનકબતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી ચિતલવાલા અ.સતાર અ. રઝાકભાઇ પ્રથમ, બહેલીમ જાફરઅલી જુનૈદભાઇ દ્વિતિય અને મુકાદમ અ.કાદીર નજીરભાઇ તૃતિય રહ્યા હતા. જયારે તકરીરમાં પ્રથમ રાઠોડ સૈફ જીલાનીભાઇ અને દ્વિતિય બાબી ઇફતીખાર યુસુફભાઇ રહ્યા હતા ગર્લ્સ સ્કુલમાં વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલ કાર્યક્રમમાં નીઅતશરીફમાં પ્રથમ શેઠા કોનેન જુસબભાઇ (ધો.૧૨), દ્વિતિય હાલાઇ રાબીયા ઇરફાન (ધો.૧૨), તૃતિય પરમાર સાજેદા હાજીભાઇ (ધો.૫) રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તિલાવત દુફાની આમેના મહમદ (ધો.૧૦)ની વિદ્યાર્થીનીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાટી મેઅરાજ જાહીદભાઇ, શેઠા કોનેન જુસબભાઇએ કયુ૪ હતું. ઇગ્લીશ મીડીયમ સ્કુલમાં નાઅતશરીફમાં મુકાદમ નિદાફાતેમા મહમદહુશેન (ધો.૮) પ્રથમ, ધુમલીયા સનોફર અલીભાઇ (ધો.૧૨) દ્વિતિય અને માંઢાઇ અતેકા અ.કાદીર (ધો.૯) અને સૈયદ અલીઝાફાતેમા મો.યુસુફ (ધો.૬) તૃતિય રહી હતી. તકરીરમાં બાદલાણી ઝુલેખા અબ્દુલકાદીર (ધો.૫) પ્રથમ, કાદરી ફઝીલત અબ્બાસભાઇ (ધો.૮), દ્વિતિય અને કાદરી આબેદા આલેમુસ્તફા (ધો.૧૦), રાઠોડ આયેશા અમીન (ધો.૫) તૃતિય જાહેર થઇ હતી. અવ્વલ રહેનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મદ્રેસાના ઓન.સેક્રેટરી ફારૂકભાઇ સુર્યા, પ્રિન્સીપાલ ઇન્માઇલ મુલ્તાની, ગર્લ્સ સ્કુલના આચાર્યા મનીશાબેન વાજા, ફીરોઝાબેન પરમાર સહિત સ્ટાફે બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. સંચાલન રફીકભાઇ શેરવાનીએ કર્યુ હતુ. કાર્યક્રમની તસ્વીરો.

(11:38 am IST)