Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મોરબી-માળીયામિંયાણા પંથકમાં બ્રિજેશ મેરજાનું ભવ્ય સ્વાગત

 મોરબીઃ મોરબી-માળિયા(મીં.) વિધાનસભાની સીટ પરથી ચુંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મોરબી-માળિયા (મીં.)ના મતદારોનો આભાર વ્યકત કરવા આભાર વંદના કાર્યક્રમનું આયોજન કર્યુ છે. મોરબી તાલુકાના ટીંબડી, ધરમપુર, અમરેલી, લક્ષ્મીનગર, પીલુડી, વાઘપર સહિતના ગામો તેમજ માળિયા (મિં.) તાલુકાના ખીરસરા, વર્ષામેડી, જૂનાવાડી, ન્યુ નવલખી, કુંતાશી સહિતના ગામોએ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ઢોલ-ત્રાંસા સહિત વાજતે-ગાજતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ માળિયા(મીં.) તાલુકાના મોટા દહીંસરા, લક્ષ્મીવાસ, વિવેકાનંદનગર, વવાણીયા, ચમનપર, બગસરા, ભાવપર, મોટા ભેલા, નાનાભેલા, સરદારનગર, સરવડ, નિરૂબેનનગર, તરઘરી તેમજ ચાચાવદરડા સહિતના ગામોના પ્રવાસે ગયા હતા. ગામેગામની સભાઓમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનું સન્માન કરાયુ હતું (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(11:36 am IST)