Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઉનામાં દેલવાડા રોડ પેવર નહીં કરાય તો આંદોલનની ચીમકી

ઉના, તા. ૨ :. ટાવર ચોકથી વિદ્યાનગર સોસાયટી સુધીનો રોડ ગટરનાં ખાડાને કારણે એક વર્ષથી મોટા ખાડાઓ પડી જતા વાહન અકસ્માતના બનાવો વધતા ઘણાના મોત તથા ઈજાઓ થઈ છે. સોસાયટી આ વિસ્તારના લોકો ત્રાસી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ અંગે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે જીલ્લા કલેકટર તથા પ્રાંત કચેરીને ઉના-દેલવાડા-દીવ નેશનલ હાઈવેનું ૧૪ કિ.મી.કામ બંધ હોય વહેલી તકે પુરૂ કરવા રજુઆત કરતા પ્રાંત અધિકારીએ અન્ય લાગતા વળગતા અધિકારીની મીટીંગ બોલાવી કામ તુરંત પુરૂ કરવા તાકીદ કરી હતી.

ટાવર ચોકથી વિદ્યાનગર સોસાયટી સુધી આવતી સોસાયટીનાં રહેવાસી રજનીભાઈ કોટેચા, દિનેશભાઈ આહુજા, જયરાજસિંહ ચૌહાણ, ભાવેશભાઈ ઠાકર, મિલનભાઈ અડીયા, પાર્થ રૂપારેલ સહિતના રહેવાસીઓએ પ્રાંત કચેરીએ જઈ પ્રાંત કચેરીને આવેદનપત્ર આપી દિવસ આઠમાં ટાવર ચોકથી વિદ્યાનગર સુધીના ખાડા બુરી આખો રોડ ડામરથી પેવર કરવામાં નહી આવે તો નાગરીકો દ્વારા રસ્તા રોકો આંદોલન, ચક્કાજામ જેવા ઉગ્ર આંદોલન કરી વહીવટી તંત્ર આળસ ખંખેરી વહેલી તકે રોડનું કામ પુરૂ કરાવે તેવી માંગણી ઉઠી છે.(૨-૧)

 

(11:35 am IST)