Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

સુરેન્દ્રનગરઃ પાંચ લાખના ચેક રિટર્ન કેસના આરોપીને બે વર્ષની સજા

સુરેન્દ્રનગર તા.ર : વઢવાણ-સુરેન્દ્રનગરમાં મશીનરીનો ધંધો કરતા વ્યકિતએ અમદાવાદના શખ્સને ઉધાર મશીનરી આપી હાલ જે પછી આપેલો ચેક બાઉન્સ થતા ગાંધીનગર કેસ દાખલ કરાયો હતો પરંતુ તેમાં કોર્ટ બહાર સમાધાન થયા બાદ પણ આપેલા ચેક પરત ફરતા સુરેન્દ્રનગર કેસ દાખલ કરાયો હતો.

આ કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.

સુરેન્દ્રનગરમાં જય કોર્પોરેશનના નામે વ્યવસાય કરતા જય અરતુલભાઇ ત્રિવેદીએ અમદાવાદના રાણીપમાં રહેતા શરદભાઇ નટવરભાઇ પટેલને ઉધાર માલ આપ્યો હતો. જેના બદલામાં આપેલ ચેક બાઉન્સ જતા ગાંધીનગર કેસ કરાયો હતો. જેમાં કોર્ટ બહાર શરદભાઇએ કરાર કરીને પૈસા આપવાનુ જણાવી રૂપિયા ર લાખ અને પ લાખના બે ચેક આપ્યા હતા. જેમાંથી રૂપિયા પ લાખનો ચેક ફંડસ ઇનઅફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો.

આ કેસ તાજેતરમાં ચાલી જતા અરજદાર તરફ આર.એ.આચાર્ય કરેલી દલીલો બે મૌખિક અને ૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ સુરેન્દ્રનગર એડીશ્નલ સીવીલ જ્જ ડી.કે.નાથાણીએ જણાવ્યુ કે એકવાર બાંહેધરી આપી હોય તેનો અમલ થાય છે કે નહી તે જોવાની કોર્ટની ફરજ છે.

આવા કિસ્સાઓ વધશે તો ધંધામાં કોઇ ઉધાર માલ નહી આપે આથી આ કેસમાં શરદ નટવરલાલ પટેલને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત અરજદાર જય ત્રિવેદીએ રૂપિયા ૪.૪૦ ચુકવવા પણ હુકમમાં જણાવ્યુ છે.(૩-૬)

(11:34 am IST)