Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હિરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલયના આંગણે તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા આર.સી. ફળદુનું સન્માન

 કાલાવડઃ કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હિરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય કાલાવડના આંગણે પધારતા માનવંતા કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ (કૃષિ, વાહન વ્યવહાર, ગ્રામ ગ્રામ વિકાસ, પશુપાલન, મત્સ્ય સંપત્તિ) વિભાગની જવાબદારી સંભાળતા તેઓનું સન્માન કરાયુ હતું. કન્યા કેળવણી ભેખધારી શિવલાલભાઈ વેકરીયા તથા બેલ્જીયમના દાતા મોહનભાઈ ધામેલીયા, સુરતના ડાયાભાઈ ધામેલીયા, અરજણભાઈ પાનસુરીયા, જામનગરના હરિભાઈ હિરપરા, વિરજીભાઈ હિરપરા, ગંગદાસભાઈ કાછડીયા, અરજણભાઈ સોજીત્રા, ભારતીબેન મનસુખભાઈ દેવાણી-શાંતિ કન્સ્ટ્રકશન જામનગર તથા આઈજીપી રાજકોટ રેન્જ શ્રી પટેલ, અર્જુનભાઈ ગોંડલીયા તથા રાજકોટથી પધારેલા કૃષ્ણકાંતભાઈ શુકલ તથા વિનોદભાઈ વોરા તથા ડો. ઘનશ્યામભાઈ વોરા તથા જામનગર મેયર પ્રતિભાબેન તથા કોર્પોરેટર શ્રીઓ તથા જીલ્લાના ભાજપના હોદેદારશ્રીઓ તથા તાલુકા ભાજપના હોદેદારશ્રીઓ તથા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા રાજેન્દ્રસિંહ જાડેજા, એમએમટીસી દિલ્હી તથા મનોજભાઈ જાની પ્રમુખ નગરપાલિકા વલ્લભભાઈ સાંગાણી, એસ.ટી. બોર્ડ તથા મુળજીભાઈ ઘેયડા પૂર્વ તાલુકા પ્રમુખ તથા વલ્લભભાઈ વાગડિયા તથા કશ્યપભાઈ વૈષ્ણવ તથા રમેશભાઈ તાળા તથા કાલાવડ માર્કેટીંગ યાર્ડ સર્વ હોદેદારશ્રીઓ અને કમિશન એજન્ટ એસોસીએશનના સભ્યશ્રીઓ તથા લેઉવા પટેલ કર્મચારી મંડળ તથા ડો. સાવલિયા તથા લાખાભાઈ વેકરીયા, ડો. સંઘાણી, ડો. જોશી, વિઠ્ઠલભાઈ સખીયા તથા ખીમજીભાઈ વેકરીયા તથા જૈન સમાજના આગેવાન પી.સી. મહેતા તેમની ટીમ તથા ક્ષત્રિય સમાજ તથા સર્વ ઉદ્યોગપતિશ્રીઓ રાજકોટ તથા ડોકટરશ્રીઓ તથા વકીલશ્રીઓ તથા કાલાવડ અને ગામડામાંથી મહાનુભાવોની હાજરીમાં અભિવાદન કરાયુ હતું. સફળ બનાવવા ભોજનના દાતા મનસુખભાઈ દેવાણી શાંતિ કન્સ્ટ્રકશન જામનગર તથા સંસ્થાના ટ્રસ્ટી મંડળ પ્રમુખ ગોપાલભાઈ અકબરી તથા ઉપપ્રમુખ મગનભાઈ સિયાણી મંત્રી જમનભાઈ તારપરા તથા ખજાનચી વેલજીભાઈ સભાયા તથા ટ્રસ્ટીશ્રીઓ નાથાભાઈ સોજીત્રા તથા ગાંડુભાઈ ડાંગરિયા, રમણીકભાઈ અકબરી તથા બટુકભાઈ કપુરીયા તથા આંબાભાઈ પાંભર, વશરામભાઈ વેકરીયા તથા સર્વ કર્મચારીગણ અને વિદ્યાર્થીનીઓની હાજરીમાં સ્વરૂચી ભોજન સાથે કાર્યક્રમ યોજાયો હતો.(તસ્વીર-અહેવાલઃ કમલેશ આશરા-કાલાવડ)

(10:24 am IST)