Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

જુનાગઢ સિવિલમાં મહિલાની થેલીમાં ચેકો મારી ૧.૩૧ લાખની મત્તાની ચોરી

લીફટમાં અજાણી મહિલા પરાક્રમ કરીને પલાયનᅠ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧ : જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલની લિફટમાં મહિલા દર્દીની ૧.૩૧ લાખની મત્તા ચોરીને અજાણી મહિલા નાસી ગઇ હોવાનું જાણવામાં આવ્‍યું છે.ᅠ

જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્‍તારમાં આવેલ જીવનપાર્કમાં રહેતા કુસુમબેન મોહનભાઈ મર્થક ઉ. વ. ૬૭ નામના વૃદ્ધા બુધવારે સવારે ગોઠણની સારવાર માટે પુત્રવધુ ઇલાબેન અને પાડોશી વર્ષાબેન સાથે સિવિલ હોસ્‍પિટલમાં ગયા હતા. ત્રણેય મહિલા ને બીજા માળે જવું હતું પરંતુ લિફટમાં ટ્રાફિક હોવાથી ઇલાબેન અને વર્ષાબેન સીડી વાટે ઉપરના માળે ગયા હતા. જયારે કુસુમબેન બીજા માળે જવા માટે ચારસ્ત્રી અને બે પુરૂષ સાથે લિફટમાં ગયા હતા.ᅠ

આ દરમિયાન કુસુમબેન પાસેની કાપડની બેગમાં કાપો મારી અજાણી મહિલા રૂપિયા ૨૫૦૦ની રોકડ, ૨૦ ગ્રામ સોનાનો ચેન, પાન કાર્ડ અને સાદી માળા સહિતની રૂપિયા ૧,૩૪,૮૪૦ની માલમત્તાની ચોરી કરીને નાસી ગઈ હતી. આ અંગે વૃદ્ધાએ ગુરુવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

સિવિલ હોસ્‍પિટલમાંથી વાહનની ચોરીની સાથે હવે માલમતાની ચોરીની ઘટના પણ શરૂ થતા દર્દીઓ અને તેમના સગા વ્‍હાલાઓમાં સનસનાટી મચી ગઈ છે.

(11:21 am IST)