Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળીગુલ :સરદારબાગ પાસે હોર્ડિંગ ધરાશાયી

શહેરમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો : મનપા દ્વારા ક્રેન દ્વારા ધરાસાયી હોર્ડિંગ હટાવાયું

જૂનાગઢ :શહેરમાં માવઠાની અસર શરૂ થઈ છે. જેમાં શહેરમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. જેમાં બસસ્ટેન્ડ વિસ્તાર, ઝાંઝરડા વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે.

 

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ સરદારબાગ પાસે હોર્ડિંગ ધરાશાયી થયું છે. જ્યારે મનપા દ્વારા ક્રેન દ્વારા હોર્ડિંગ હટાવવામાં આવ્યું છે. હાલ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે.

રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.અરબી સમુદ્રમાં લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં માવઠાનું સંકટ ઘેરાયું છે..રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે.. ભારે વરસાદને પગલે માછીમારોને 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જ્યારે ખેડૂતોને નુક્સાન ન થાય તે રીતે પાકને સલામત સ્થળે રાખવા સૂચન કરાયું છે.

(11:14 pm IST)