Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ભાટિયા ગામે પોસ્ટ ઓફિસનો કર્મચારી તારક હેમંત જાદવ પોલીસનાં પકડમાં

સોફ્ટવેરમાં ભેજુ લગાડીને ઓનલાઇન બોગસ ટ્રાન્જેક્શન દર્શાવીને દોઢ કરોડ થી વધુની રકમની ઉચાપત કરીને ઠગ કર્મચારી ફરાર થયો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે પોસ્ટ ઓફિસનો કર્મચારી તારક હેમંત જાદવ પોલીસનાં પકડમાં આવ્યો છે  ભાટીયા પોસ્ટ ઓફીસ સબ ડિવિઝન હેઠળની 16 પોસ્ટ ઓફિસના કરોડો રૃપિયાની ઉચાપત કરી હતી.

સોફ્ટવેરમાં ભેજુ લગાડીને ઓનલાઇન બોગસ ટ્રાન્જેક્શન દર્શાવીને દોઢ કરોડ થી વધુની રકમની ઉચાપત કરીને ઠગ કર્મચારી ફરાર થયો હતો
ઓડિટમાં ઉચાપતનો ભાંડો ફૂટતાં અધિકારી દ્વારા પોલીસ મથકે ઠગ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી...
ફરારકર્મચારી તારક હેમંત જાદવની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે .

(10:34 pm IST)