Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ખંડણી માટે અપહરણ કરાયેલ જામનગરનાં ત્રણ વ્યકિતઓને લખનૌમાંથી છોડાવી લાવતી પોલીસ

કિશન હાડા, વિરલ હાડા અને જતીન પઢીયારને યુ.પી.નાં અર્જુનસિંગ ચૌહાણ ઉર્ફે ભગવાનસિંહ ચાચુએ ધંધા માટે પૈસા આપવાની લાલચ આપી લખનઉ બોલાવી ગોંધી રાખી ખંડણી માંગી હતીઃ માત્ર ત્રણ દિ'માં જ ગુન્હાનો ભેદ ઉકેલી દેતી જામનગર પોલીસ

(મુંકુદ બદિયાણી દ્વારા) જામનગર, તા.,૧ : જામનગરના ત્રણ વ્યકિતઓને પૈસાની લાલચ આપી લખનૌ બોલાવી અપહરણ કરી ગોંધી રાખી લાખો રૂપિયાની ખંડણી માંગવાની ઘટનામાં જામનગર પોલીસે ત્રણ દિ'માંજ ગુન્હાનો ભેદ ઉકેલી અને અપહૃત વ્યકિતઓને છોડાવી લાવવાની સરાહય કામગીરી જામનગર પોલીસે બજાવી છે.

આ અંગે પોલીસે જાહેર કર્યા મુજબ  ગઇ તા. ૨૮/૧૧/ર૦૨૧ના રોજ કે.એલ.ગાધે પોલીસ ઇન્સપેકટરનાઓ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના  ચાર્જમા હોય આ દરમ્યાન એક ફરીયાદી બેન પોલીસ સ્ટેશન આવેલ અને જણાવેલ કે તેમના પતી અને તેમના મિત્રો  ઉતરપ્રદેશ ખાતે ફરવા માટે ગયેલ હતા ત્યારે ત્યાના કોઇ ઇસમએ તેમનુ અપહરણ કરીને ગોંધી રાખેલ હોય અને જાનથી  મારી નાંખવાની ધમકી આપી વારંવાર તેઓની પાસે રૂપિયા ખંડણીની માંગણી કરે છે જે હકિકત પરથી સીટી બી ડીવી. પોલીસ  સ્ટેશનમાં ગુ.ર.ન.-૧૮૪૫/ર૦૨ર૧ ઇ.પી.કો. કલમ-૩૬૪(એ), ૩૮૬, ૫૦૬(૨) મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો અને ફરીયાદી  જયારે ફરીયાદ કરવા આવેલ હતા ત્યારે તેઓ ખુબ જ ગભરાઇ ગયેલ હતા અને જો ભગવાન ચાચાને પૈસા આપવામા નહી  આવે તો તેઓ ભોગ બનનારને મારી નાખશે તેવો તેમને પૂરતો ભય હોય જે પરિસ્થિતીને સમજી અને કેસની ગંભીરતા ધ્યાને  લઇ પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધેએ આ માહીતી મદદનીશ પોલીસ અધિક્ષક ને જાણ કરી તેમની સુચનાથી  માહીતી ગુપ્ત રાખી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા પોલીસ હેડ કોન્સ મુકેશસિંહ  રાણા તથા પોલીસ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજાને ગુપ્ત કામગીરી માટે તાત્કાલીક કાનપૂર મુકામે જવા રવાના કરેલ હતા અને  પોલીસ સ્ટેશન ખાતેથી તેમજ સ્થાનિક પોલીસ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના સ્ટાફની ટેકનીકલી મદદ મેળવી ગોંધી રાખેલ  જગ્યાનુ લોકેશન મેળવી તે જગ્યાની ખરાઇ કરાવી આરોપી તથા ભોગ બનનાર છે કે કેમ તે અંગેની ચકાસણી કરી કેટલા  માણસો છે અને ભોગ બનનારને ઓછામા ઓછી હાની પહોંચે તે રીતે કેમ બચાવવા તે અંગેનુ પૂરતુ પ્લાનીંગ કરી જગ્યાનો  અભ્યાસ કરી તમામ પરીબળો તપાસી બનાવ જાહેર થયાના ર૪ કલાક જેટલા સમયમા ગુપ્ત ઓપરેશન પાર પાડી ભોગ  બનનારોને હેમખેમ નુકસાની વગર આરોપીના ચુંગલમાંથી છોડાવી આરોપીને પકડવામાં આવેલ છે અને આ ગુન્હાની વિગત  ઉપરી અધિકારીના માર્ગદર્શન અને સુચના મુજબ ખાનગી રાખી ગુપ્તરાહે સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ  ઇન્સ. વાય.બી.રાણા તથા પોલીસ હેડ કોન્સ મુકેશસિંહ રાણા તથા પોલીસ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજાને તાત્કાલીક ઉતરપ્રદેશના  કાનપૂર મુકામે જવા રવાના કરેલ હતા અને તેઓને પોલીસ સ્ટેશન ખાતેથી તેમજ સ્થાનિક પોલીસ તથા સાયબર ક્રાઇમ  પો.સ્ટે.ના સ્ટાફની ટેકનીકલી મદદથી અપહરણકારોને ખબર ન પડે તે રીતે ગુપ્ત ઓપરેશન પાર પાડી બનાવ જાહેર થયાના  ર૪ કલાક જેટલા સમયમા ભોગ બનનારોને આરોપીના ચુંગલમાથી છોડાવી આરોપીને પકડવામાં આવેલ છે.  આરોપીનુ નામ-  ભગવાનસિંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચૌહાણ જાતે-ઠાકુર ઉ.વ.-૪૦ રહે,રાજપૂર તા,સિકદારા જી.કાનપૂર યુ.પી. તથા  અન્ય અપહરણ અને ખંડણીના પ્રકરણમાં આરોપીઓના નામો ખુલ્યા છે.

તેઓએ  (૧) કેયુર ઉર્કે કિશન હરીશભાઇ હાડા જાતે-ખવાસ ઉ,વ.-૩૫ ધંધો-વેપાર રહે,પટેલ કોલોની શેરી નં-પ રોડ નં-૪  જામનગર તથા (ર) વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઇ હાડા જાતે-ખવાસ ઉ.વ.-૩ર ધંધો-પ્રા.નોકરી રહે,રાજપાર્ક શેરી નં-૩ કલ્યાણ  રેસીડન્સી બ્લોક ૫૦૧ જામનગર તથા (૩) જતીન રમેશભાઇ પઢીયાર જાતે-ખવાસ ઉ.વ.-ર૯ ધંધો-નોકરી રહે,સ્વામી નારાયણ  નગર ગરબી ચોક શેરી નં-૪ જામનગર  વગેરેને ગોંધી રાખ્યા હતા.  આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ  પોલીસ ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા સાયબર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર  કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ.શ્રી વાય બી. રાણા તથા પોલીસ હેડ કોનસ. મુકેશસિંહ રાણા તથા પોલીસ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(3:34 pm IST)