Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વિસાવદરમાં ભરશિયાળે ચોમાસાં જેવો માહોલ : રાત્રિથી સતત વરસાદના છાંટા : ખેતપેદાશોને નુકસાની : લોકોનાં આરોગ્ય સામે જોખમ : પ્રજા ચિંતાતુર

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧ : વિસાવદરમાં ભરશિયાળે ચોમાસાં જેવો માહોલ જામ્યો છે.ગત રાત્રીના ૧૨:૧૫થી સતત વરસાદના છાંટા પડી રહ્યા છે.

નાયબ મામલતદાર જોષીનાં જણાવ્યા અનુસાર સવારના ૮ સુધીમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.

કમોસમી વરસાદનાં પરિણામે ખેતપેદાશોને ભયંકર નુકસાની થવાનો સંભવ છે.વર્તમાન ધાબડ જેવા વાતાવરણમાં લોકોનાં આરોગ્ય સામે પણ જોખમ તોળાઇ રહ્યુ છે.

દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ વિસાવદર શહેર - ગ્રામ્ય અને ગીર વિસ્તારમાં પણ કમોસમી વરસાદનાં છાંટા પડી રહ્યા છે.બાળકો-વૃદ્ધો આરોગ્યની ચિંતા વચ્ચે ઘરમાં પુરાઇ રહ્યા છે.સૌ ઇશ્વરને રાબેતા મુજબનાં વાતાવરણની પ્રાર્થના કરી રહ્યા છે.

(12:53 pm IST)