Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કેશોદ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતોના ચૂંટણી જંગ માટેની રાજકીય ગરમી શરૂ

(દિનુભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧ :. તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા તમામ સભ્યોની પાંચ વર્ષની મુદત પુરી થતી હોવાથી આગામી પાંચ વર્ષના નવા સભ્યો માટે આગામી તા. ૧૯ને રવિવારના રોજ મતદાન થનાર છે. આ માટે ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઈ ગયેલી છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૪ને શનિવાર છે.

આ તાલુકાની જે ૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી થનાર છે તેમા (૧) ઈન્દ્રાણા (૨) બાલાગામ (૩) પંચાળા (૪) સુત્રેજ (૫) મુળીયાસા (૬) જેતપુર (૭) ઈસરા (૮) પીપળી (૯) પસવાડીયા (૧૦) અગતરાય (૧૧) હાંડલા (૧૨) ચાંદીગઢ (૧૩) મોવાણા (૧૪) માણેકવાડા (૧૫) નાની ઘંસારી (૧૬) મોટી ઘંસારી (૧૭ સીલોદર (૧૮) બડોદર (૧૯) ધ્રાબાવડ (૨૦) પ્રાંસલી (૨૧) કણેરી (૨૨) સરોડ (૨૩) પાડોદર (૨૪) અખોદડ (૨૫) ખીરસરા (૨૬) અજાબ (૨૭) શેરગઢ (૨૮) રંગપુર (૨૯) સાંગરસોલા (૩૦) મેસવાણ (૩૧) કાલવાણી (૩૨) કોયલાણા-લાઠીયા (૩૩) સોંદરડા (૩૪) પાણાખાણ (૩૫) રેવટા (૩૬) ગેલાણા (૩૭) એકલેરા આ ૩૭ ગ્રામ પંચાયત માટેના ઉમેદવારી પત્રો ભરાયા બાદ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૭-૧૨ને મંગળવાર છે અને મતદાન કરવાની તા. ૧૯-૧૨ને રવિવાર છે. ૧૯ તારીખે મતદાન થયા બાદ ૨૧ તારીખ અને મંગળવારના રોજ મત ગણતરી થશે અને ત્યારે આગામી પાંચ વર્ષ માટેના જે તે ગ્રામ પંચાયતના નવા સુકાનીઓ જાહેર થશે.

ગ્રામ પંચાયતની આ ચૂંટણી સ્થાનિક હોવાના કારણે અતિ તિવ્ર ખેંચતાણવાળી બની જવાની શકયતા છે. સરપંચની એક જગ્યા માટે અત્યારે લગભગ તમામ ગામડાઓમાથી બે થી પાંચ ઉમેદવારો ફોર્મ ભરવા તૈયારીઓ કરી રહ્યા છે અને બધા લડી લેવાના જ મૂડમાં છે.

બીજી બાજુ આ ચૂંટણી આગામી ધારાસભા માટે સેમી ફાઈનલ જેવી હોવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના તાલુકા મથકેથી પોતાનો ઉમેદવાર સારી લીડથી ચૂંટાઈ એ માટેના પ્રયાસો ખાનગીમાં કરી રહ્યા છે. તેના સીધા પરિણામરૂપે આ સ્થાનિક ચૂંટણીમાં નાણાનો અને દાદાગીરીનો પણ પુરો ઉપયોગ થવાની શકયતા નકારી શકાતી નથી.

(12:36 pm IST)