Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબીના ગાળા-શાપર રોડ પર નવો પુલ મંજુર કરાવતા બ્રિજેશ મેરજા

૪.૨૫ કરોડના ખર્ચે ૧૨ મીટર પહોળાઇનો પુલ બનશે

ગાંધીનગર,તા.૧ : મોરબી તાલુકાના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), મંત્રી બ્રિજેશ મેરજાએ જોબનંબર મેળવીને મંજુર કરાવેલ તે અન્વયે, રોડનું કામ પૂર્ણ થયેલ છે. પરંતુ વચ્ચે જે પુલ આવતો હતો તે પૂલ જર્જરીત થઇ ગયેલ હોઇ, તે જગ્યાઍ નવો પુલ બાંધવાની જરૂરીયાત ઉભી થતાં આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજો તૈયાર કરાવેલ તેથી ૧ર મીટરની પહોળાઇના રૂ.૪.રપ કરોડ(સવા ચાર કરોડ)ના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગે મંજુર કર્યો છે.

 મંત્રી  બ્રિજેશ મેરજાનો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અજયભાઇ લોરીયા, સીરામીક એસોસીએશનના પ્રમુખમુકેશભાઇ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખશ્રી મુકેશભાઇ ઉઘરેજાએ આભાર વ્યકત કર્યો હતો. આમ, મોરબી-માળીયા(મી) વિસ્તારના તાજેતરમાં વિકાસના અનેક કામ મંજુર થયા તે માટે રાજય મંત્રીશ્રી બ્રિજેશ મેરજાની સતત જહેમત ફળી રહી છે. પુલ બાબતે તેમણે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી હતી.

(12:33 pm IST)