Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબીના કાલિકા પ્લોટમાં એકટીવામાં દેશી દારૂ લઇ જતો શખ્શ ઝડપાયો.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એકટીવામાં પસાર થતા શખ્શ પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસે એકટીવા અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસેથી એકટીવા જીજે ૩૬ કયું ૬૨૪૧ પસાર થતા એકટીવા રોકીને તલાશી લેતા દેશી દારૂ ૩૦ લીટર કીમત રૂ ૬૦૦ મળી આવતા પોલીસે એકટીવા અને દેશી દારૂ સહીત ૪૦,૬૦૦ ની કિમતનો મુદામાલ કબજે લઈને આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયા (ઉ.વ.૨૦) ( રહે કાલિકા પ્લોટ મોરબી વાળા ) ને ઝડપી લીધો છે.

(11:42 am IST)