Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઉના-ગીરગઢડા ગ્રામ્‍યમાં 1 થી દોઢ ઇંચ

પાકને નુકસાનઃ બેવડી ઋતુથી રોગચાળાનો ભય

(નવીન જોષી દ્વારા) ઉના તા.1 : ઉના અને ગીરગઢડા તાલુકાઓના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઇકાલે રાત્રીના શરૂ થયેલ ઝરમર વરસાદ સવાર સુધીમાં સરેરાશ એકથી દોઢ ઇંચ વરસી ગયો હતો આજે સવારે ધાબડિયુ વાતાવરણ રહ્યું છે.
કમોસમી વરસાદથી ઉના અને ગીરગઢડા પંથકમાં ખેતરોમાં પાકને નુકસાન થયું છે. કેટલાંક ખેતરોમાં ખુલ્લા પડેલા લણી લીધેલા પાક ઉત્‍પાદનના રાખેલા પાથરા પલળી ગયા હતા.
ઉના-ગીરગઢડા શહેર તાલુકામાં ડબલ ઋતુનો લોકોને અનુભવ થઇ રહ્યો છે ડબલ ઋતુને કારણે રોગચાળાનો ભય ઉભો થયો છે.

 

(11:29 am IST)