Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબી નગરપાલિકા પ્રમુખના પતિની દાદાગીરી, કર્મચારી સાથે ગાળાગાળી કરી માથાકૂટ

પાલિકાના કર્મચારી ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા પ્રમુખના પતિએ મોબાઈલ સ્વીચ ઓફ મોડમાં

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબી નગરપાલિકામાં તમામ ૫૨ બેઠકો પર ભાજપનો કબજો છે અને ભાજપની બોડીનું હાલ શાસન ચાલી રહ્યું છે ત્યારે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારના પતિ કરમશીભાઈ પરમારે આજે જન્મ મરણ વિભાગના કર્મચારી સાથે ગાળાગાળી કરીને માથાકૂટ કરી હોય જેથી પાલિકાના કર્મચારી ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા પ્રમુખના પતિની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે પાલિકા પ્રમુખના પતિ કરમશીભાઈ પરમારે ગઇકાલે પાલિકા કચેરીના જન્મ મરણ વિભાગમાં બેસતા પાલિકા કર્મચારી સાથે માથાકૂટ કરી હતી જન્મ મરણ વિભાગમાં કામ કરતા મહેશ મહેતા નામના પાલિકા કર્મચારી સાથે પાલિકા પ્રમુખના પતિએ ગાળાગાળી કરી હતી જે બાબતે કર્મચારી મહેશ મહેતાનો સંપર્ક કરતા તેઓએ બનાવ બન્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો એટલું જ નહિ પાલિકા પ્રમુખના પતિની દાદાગીરીથી રોષે ભરાયેલા પાલિકા કર્મચારી રજા રીપોર્ટ મુકીને ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા છે તો બનાવ મામલે પાલિકા પ્રમુખના પતિનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો જોકે પાલિકા પ્રમુખના પતિ કરમશીભાઈ પરમારનો ફોન સ્વીચ ઓફ મોડમાં હોવાનું જાણવા મળ્યું હતું.

(11:05 am IST)