Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જામકંડોરણા માકેટીંગ યાર્ડના ચેરમેન, વા.ચેરમેનની બિનહરીફ વરણી

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧ : માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી જામકંડોરણા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે સંજયભાઇ બોદર અને વા.ચેરમેન તરીકે ચંદુભા ચૌહાણની બિનહરીફ વરણી થતાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા માર્કેટ યાર્ડના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ બોદર તેમજ ઉપસ્થિત માર્કેટ યાર્ડના ડીરેકટરો અને આગેવાનોએ આ બિનહરીફ વરણીને આવકારી નવા ચેરમેન તેમજ વા.ચેરમેનને શુભકામનાઓ પાઠવી હતી.

(11:03 am IST)