Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જામનગરમાં અંગદાન કરનાર વિપ્ર પરિવારને અભિવાદિત કરતાં: હકુભા જાડેજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ :.. તાજેતરમાં જામનગર શહેરના વિપ્ર યુવાન દિપકભાઇ કિશોરભાઇ ત્રિવેદીનું બ્રેઇન ડેડ થઇ જતાં તેના માતા-પિતા સહિતના કુટુંબીજનોએ સ્તુત્ય નિર્ણય લઇ દિપકભાઇના હ્દય, કીડની, લીવર, આંખ ચારેય અંગોનું દાન કરી જુદા-જુદા છ લોકોને નવી જીંદગી આપી સમાજને પ્રેરણા મળે તેવું કાર્ય કરેલ છે અને એક રીતે પોતાના પરિવારનું તેમજ જામનગરનું ગૌરવ વધારેલ છે.
જામનગર ઉંત્તર વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ ઉંપરોકત વિપ્ર પરિવારના ઘેર જઇ રૂબરૂ મુલાકાત લઇ સ્વ. દિપકભાઇના માતા-પિતા તથા કુટુંબીજનોને શાંત્વના પાઠવેલ અને તેઓએ લોકોપયોગી તેમજ સમાજને રાહ ચિંધતા અંગદાન કરવાના નિર્ણયને વધાવી બહુમાન કરી સાલ ઓઢાડી અભિવાદીત કરેલ અને સ્વ. દિપકભાઇના અંગો અન્ય માનવોને આપી તે રીતે દિપકભાઇને સ્મૃતિ સ્વરૂપે જીવીત રાખવાના કૃત્યની સરાહના કરી બિરદાવેલ અને પોતે હંમેશા પરિવારની સાથે હોવાની હૈયાધારણા આપેલ છે.

 

(10:13 am IST)