Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જામનગરમાં મોતીયા ઉંતરાવવાના પાંચ સુપર મેગા કેમ્પો

રાજકોટ, તા. ૧ :. રાજકોટના પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ આંખની હોસ્પીટલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં દર મહિને ૩૦૦થી વધુ નેત્રયજ્ઞ યોજવામાં આવે છે. તે અન્વયે જામનગરના શ્રી વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ (રજી.) તરફથી અત્યાર સુધીમાં ૮૩૨થી વધુ કેમ્પ યોજી ૧૩,૧૦૦થી વધુ દર્દીઓના વિનામૂલ્યે આંખના મોતિયાના સફળ ઓપરેશન કરાવી આપેલ છે. ડીસેમ્બર ૨૦૨૧માં ૫ (પાંચ) કેમ્પનું આયોજન થયેલ છે.
કેમ્પનો સમય સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ રહેશે. વધુ માહિતી માટે ટ્રસ્ટ, પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦) ઉંપર સંપર્ક કરવો અને શહેર/જિલ્લાના તમામ આંખના દર્દીઓને વિશાળ સંખ્યામાં લાભ લેવા જાહેર અપીલ કરેલ છે. આ કેમ્પો તા. ૩જીએ શુક્રવારે શ્રી દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, તા. ૧૦ શુક્રવારે વેલકિન ઓપ્ટીક, અંબર ટોકીઝ રોડ, સાંસદ પૂનમબેન માડમની ઓફિસ સામે, તા. ૧૭ શુક્રવારે શ્રી જલારામ મંદિર, હાપા, મુ. હાપા, તા. ૨૪ શુક્રવારે શ્રી ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે, કે.વી. રોડ, તા. ૩૧ શુક્રવારે ડો. આર.ડી. રાઠોડનુ દવાખાનું, રણજીતનગર, પટેલ સમાજ સામે રાખેલ છે.

 

(10:12 am IST)