Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા કોળી સમાજ દ્વારા જવાનોનું સન્માન

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા કોળી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાલાણી તેમજ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ અને કોળી સમાજના આગેવાનો દ્રારા વિંછીયા તાલુકાના ણૂશ્વષ્ટશ્ ની ટ્રેનીંગમાંથી વતન તરફ પરત ફરેલા જવાનોનુ મોમેન્ટો અને શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કરવામા આવ્યુ હતુ.

પાંચાળ પ્રદેશના ગૌરવ સમાન વિંછીયા તાલુકાના ગામોના જવાનો પૈકી હરેશભાઈ ધોરીયા રેવાણીયા , પ્રદિપભાઈ ખવડ સમઢીયાળા, વિશાલભાઈ તાવિયા મોઢુકા,અસ્મિતાબેન તાવિયા મોઢુકા અને વિંછીયા ગામના દિપકભાઈ રોજાસરા વગેરે જવાનોએ રાષ્ટ્રની સેવામાં સહભાગી બની પાંચાળ પ્રદેશનુ ગૌરવ વધારવા બદલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને હાજર આગેવાનો દ્વારા આનંદ અને ખુશીની લાગણી વ્યકત કરી હતી. શુભેચ્છા મુલાકાત સ્વાગત સન્માન સમારોહમાં વિનોદભાઈ વાલાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભોળાભાઈ ગોહિલ, સંદિપભાઈ વાળા, અવસરભાઈ નાકીયા,શામજીભાઈ ધોરીયા, શિક્ષણવિદ કલ્યાણભાઈ ધોરીયા,પ્રવિણભાઈ ગાબુ,જેસાભાઈ મકવાણા,હિતેશભાઈ વાલાણી,નરેશભાઈ રોજાસરા,વાલજીભાઈ સરપંચ મોઢુકા વગેરે તમામ સમાજના અગ્રણીઆઙ્ખ દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ આ તકે કાર્યક્રમમાં આજુબાજુના ગામડાંઆઙ્ખમાંથી હાજર તમામ સમાજના આગેવાન અગ્રણીઓનો વિનોદભાઈ વાલાણીએ આભાર વ્યકત કર્યો હતો અને આ જવાનો દેશની રક્ષા કરી વિંછીયા તાલુકાનુ અને પરીવારનુ ગૌરવ વધારે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

(10:08 am IST)