Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સાડા ત્રણ વર્ષથી ફરાર ઉના ભીસ્તી મર્ડર કેસનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો

હરમડીયાવાળા સિકંદર જાખરાને ઝડપી પાડતી જુનાગઢ રેન્જની એબ્સ્કોન્ડર સ્કોડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧: રેન્જના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગંભીર પ્રકારના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ પેરોલ/ફર્લો/વચ્ચગાળાના જામીન ઉપર છુટી નીયત સમયે પરત જેલ ખાતે હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય. અને જેના કારણે નામદાર કોર્ટમાં પણ કેસની પ્રોસીડીંગ આગળ વધતી ન હોય. જેથી આવા પેરોલ/ફર્લો/વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીઓની સઘન રીતે તપાસ કરી પકડી પાડી પરત જેલ હવાલે કરવા સુચના આપી હતી. જે અનુસંધાને રીડર પો.ઇન્સ. કે.ક.ઝાલાના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર સ્કોડના પો.સ.ઇ.શ્રી પી.જે.રામાણી તથા એ.એસ.આઇ.સંજયભાઇ દેવરે તથા જાવિદભાઇ તથાએમ.કે.મોવલીયા તથા પો.હેડ કોન્સ. ગીરીરાજસિંહ વાઘેલા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ મોરી તથા હરદાસભાઇ ઓડેદરા તથા ભુપતસિંહ સીસોદીયાનાઓની ટીમ દ્વારા આવા પેરોલ/ફર્લો/વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હોય દરમ્યાન પો.હેડ કોન્સ. ગીરીરાજસિંહ વાઘેલાને બાતમીરાહે ચોક્કસ હકિકત મળેલ કે, ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ગુ.ર.નં.ફ.૧૧૯/ર૦૧ર આઇ.પી.સી.ક.૩૦ર વિ. મુજબના ચકચારી ભીસ્તી મર્ડર કેસનો આરોપી સિકંદર દાદાભાઇ જાખરા રહે.હરમડીયા તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ વાળો તા.ર૧/૦૭/ર૦૧૭ થી ફર્લો/વચ્ચગાળાના જામીન ઉપર આવેલ અને ફસર થઇ ગયેલ છે. અને છેલ્લા ત્રણ વર્ષથી નાશતો ફરે છે. તે આરોપી હાલ રાજસ્થાનના બાડમેર ખાતે તીલકનગર ખાતે ભાડાના મકાનમાં રહે છે. તેવી ચોક્કસ હકિકત મળતા તુરંત જ ઉપરોકત ટીમ દ્રારા રાજસ્થાનના બાડમેર ખાતે તીલકનગરમાં તપાસ કરી મજકુર આરોપી સિંકદર દાદાભાઇ જાખરા જાતે સંધી ઉવ.૫૧ રહે.મુળ હરમડીયા વાળાને પકડી પાડેલ હતો. ગુન્હાહીત ઇતિહાસ ધરાવતો હોય અને આરોપી છેલ્લા ૩ વર્ષ ૪ માસથી નાસતો ફરતો હતો. અને આ સમયગાળો મજકુર આરોપીએ રાજસ્થાનના અજમેર તથા બાડમેર તથા તામીલનાડુ રાજયમાં પોતાની ઓળખ છુપાવી પસાર કરેલ હતો. આમ, જુનાગઢ રેન્જના એબસ્કોન્ડર સ્કોડ દ્વારા છેલ્લા ૩ વર્ષ અને ૪ માસથી આ ઉના ખાતેના ચકચારી ભીસ્તી મર્ડર કેસના મુખ્ય આરોપીને રાજસ્થાનના બાડમેર ખાતેથી પકડી પાડી કામગીરી કરેલ છે.

(2:39 pm IST)