Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સાવરકુંડલામાં શરીર સંબંધ બાંધવા કહીને માર મારતા પોલીસ ફરીયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧ :. સાવરકુંડલામાં રહેતી રીજવાનાબેન મુસ્તાકભાઈ (ઉ.વ. ૪૦) અને આરોપી સાકીર જીકર વણજારા મેમણને છેલ્લા બે વર્ષથી એકબીજા પરિચયમાં આવેલ અને એકબીજા વચ્ચે સંબંધો બંધાતા રીજવાનાબેનના પતિ બહાર ગયેલ હોય ત્યારે આરોપી સાકીર ઘરે મળવા આવતો હોય અને કપડા તેમજ પૈસા આપતો હતો.

આરોપી ઘરે આવી એકલતાનો લાભ લઈ શરીર સંબંધ બાંધવા જણાવતા ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો. તેને ઝાપટ મારી ધમકી આપતા રિઝવાનાબેને કંટાળી પ્રાયમસમાંથી કેરોસીન છાંટી સળગી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે. આરોપી સામે શરીર સંબંધ બાંધવાનુ જણાવી માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:01 pm IST)