Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સાવરકુંડલામાં ૨૫ દિવસથી તાવ આવતા માનસીક બીમારી થઇ જતા કંટાળીને ઝેરી દવા પીધી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧: સાવકુંડલામાં રહેતા દિપકભાઇ મામૈયાભાઇ મૈસુરીયા ઉ.વ.૨૧ને છેલ્લા ૨૫ દિવસથી તાવ આવતો હોય. જેથી માનસીક બિમારી થઇ જતા કંટાળી ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

માર માર્યો

મરીન પીપાવાવના ચાંચ ગામે મુકેશ શામજી શિયાળ સાથે અગાઉ માથાકુટ થયેલ. જે મનદુખ રાખી વિજયભાઇ ઓધવજીભાઇ શિયાળ ઉ.વ.૨૬ને મુકેશ શામજી અને તેના માતા-પિતાએ મળી લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફેકચર કર્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

વડિયાના મોટી કુંકાવાવમાં રહેતા ભાનુબેન ચુનીભાઇ મકવાણા ઉ.વ.૪૫ને વિજય અશોક ચૌહાણે લાકડી વડે માર મારી ભારતીબેન અશોકભાઇ ચૌહાણે ગાળો બોલી ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઝેરી દવાથી મોત

અમરેલી, બાબરા તાલુકાના ચરખા ગામે રહેતી ગોપીબેન નાથાભાઇ કુંભાણી ઉ.વ.૧૭ પોતાના ઘરે ઝેરી દવાવાળા શિંગદાણા ખાઇ જતા ઝેરી અસર થયેલ. યુવતીને પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાતે ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પિતા નાથાભાઇ કુંભાણીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

નાગેશ્રીના ટીંબી ભાડા રોડ ઉપર તા.૨૭/૧૧ના મોડી રાત્રીના કોઇ અજાણ્યા વાહનચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી સફીહસનભાઇના બાઇક જી.જે.૧૪પી.૪૬૩૦ને હડફેટે લઇ ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયાની ભાણેજ અસ્લમભાઇ કુંડલીયાએ નાગશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર રમતા ઝડપાયા

બાબરા તાલુકાના ખાનપર ગામે વેલા પરશોતમ મકવાણાના મકાનમાં જુગાર રમતા હિંમત પુના મકવાણા, વેલા પરશોતમ મકવાણા, પ્રવિણ બચુ ગઢવી, દિપક બાબુ વાવડિયા, ગૌતમ બાબુ મેણીયા, રાયધન નાનજી ધરાજીયા, ખોડા રાજા સિધ્ધપરા પિન્ટુ બાબુ વાવડિયા, મનસુખ પોપટ શેખને અમરેલી એલ.સી.બી.ના પો.કોન્સ. અજયસિંહ ગોહિલે રોકડ રૂ.૪૭,૧૦૦, ૪ બાઇક રૂ.૧,૦૦,૦૦૦ તેમજ ૭ મોબાઇલ રૂ.૨૧,૫૦૦ મળી કુલ રૂ.૧,૬૮,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

લાપતા પરિણીતા મળી ગયા

એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરીનાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બગસરા પંથકમાંથી ગુમ થયેલ યુવતીને ચોકકસ બાતમી આધારે શોધી કાઢવામાં સફળતાં મેળવેલ છે. સુડાવડ ગામેથી સોનલબેન વિજયભાઇ ખુમાણ ઉ.વ.૧૮ ગઇ તા.૪ના રોજ ગુમ થયેલ તેથી તેના પતિ વિજય નાનજીભાઇ ખુમાણે પોલીસમાં જાહેર કર્યુ હતું.

(1:01 pm IST)