Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ર૩૪૬૦ ને આમંત્રણ ૩૦૦ર વેચવા આવ્યા !!

દેવભૂમિ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચનારાઓની સંખ્યા ૩૦૦ર સુધી પહોંચી !!

ખંભાળીયા, તા.૧ : દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પ્રશાંતકુમાર મંગુડા તથા સ્ટાફ દ્વારા દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓ ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુરમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા વ્યવસ્થા કરાઇ છે. જેમાં નિયમિત અને શાંતિપૂર્ણ રીતે પોલીસ બંદોબસ્ત સાથે ખરીદી થઇ રહી છે.

સમગ્ર જિલ્લામાં કુલ ૪૦૭૯ર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ર૩૪૬૦ ખેડૂતોને એસ.એમ.એસ.ની મદદથી મગફળી વેચાણ કરવા માટે બોલાવાયા હતાં જેમાં ગઇકાલ સુધીમાં ૩૦૦ર ખેડૂતો વેચાણ કરવા આવેલા હતાં.

અત્યાર સુધીમાં દ્વારકા તાલુકાના પ૯ ખેડૂતો, ભાણવડ તા.ના ૬૪૦ ખેડૂતો, ખંભાળીયા તાલુકાના ૯૮૬ ખેડૂતો તથા કલ્યાણપુર તાલુકામાં ૧૩૧૭ ખેડૂતો મગફળી વેચાણ કરી ગયેલા છે.

(1:00 pm IST)