Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

લોકડાઉનના કારણે ધંધો ન ચાલતા આર્થિક ભીંસમાં આવી જતા જામનગરના દિલીપ વાસજાળીયાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: અહીં શીવમ સોસાયટી, ડ્રીમહાઉસ એપાર્ટમેન્ટ એફ/ર, જામનગરમાં રહેતા હેમરાજભાઈ રઘુભાઈ વાસજાળીયા,, ઉ.વ.૪૯ એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦–૧૧–ર૦ર૦ના જકાતનાકા પાસે, જામનગરમાં આ કામે મરણજનાર દિલીપભાઈ કરશનભાઈ વાસજાળીયા, ઉ.વ.૪૦, રે. ગોકુલનગર, કૈલાશનગર, જામનગરવાળા લોકડાઉનના કારણે પોતાના કારખાને આર્થીક ભીસના કારણે પોતાનો ધંધો નહીં ચાલતા જેના કારણે પોતે પોતાની મેળે પોતાના જાતે ઘંઉમાં નાખવાની ઝેરી ટીકળી ખાઈ મરણ થયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૦ર૦ના આ કામના આરોપી કાનજીભાઈ કરશનભાઈ જરૂ, રે. ભુવડગામ, કચ્છ–ભુજવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ જેમાં આશરે ૩૦૦ એમ.એલ. ઈંગ્લીશ દારૂની અડધી ભરેલી કિંમત રૂ.રપ૦/– ના પોતાના કબ્જામાં રાખી ગુનો કરેલ છે.

સામ–સામી કાર અથડાતા ઈજા

જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અભયકુમાર ચંદુલાલ દાણીધારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૧–ર૦ર૦ના દાણીધાર ના પાટીયા થી આગળ રોડ પર ફરીયાદી અભયકુમાર તથા તેમના પત્ની અને તેમનો દિકરો પોતાની અલ્ટો ફોર વ્હીલ ગાડી જેના રજી.નં. જી.જે.–૧૦–બી.આર.૭પપ૩ ની લઈને કેશોદ થી જામનગર જતા હતા ત્યારે કાલાવડ તાલુકાના દાણીધાર મંદિરના પાટીયા પાસે ટોડા તરફ થોડે દુર પહોચતા રોડ પર સામે થી એક આરોપી સેવરોલેટ ફોરવ્હીલ કાર જેના રજી.નં. જી.જે.૦૪–સી.એ.–૪૦૯પ ના ચાલકે તેની ફોરવ્હીલ કાર પુર ઝડપે અને બેફીકરાઈથી અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં ચલાવી આવી ફરીયાદી અભયકુમારની ગાડી સાથે ભટકાડી એકસીડન્ટ કરી ફરીયાદી અભયકુમારને ડાબા હાથમાં ફેકચર કરી તથા ગાડીમાં સાથે બેસેલ સાહેદને માથાના ભાગે ઈજા કરી તેની સવરોલેટ ફોરવ્હીલ કાર ત્યા મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

મેઘપર ગામે રહેણાક મકાનમાં હાથફેરો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભીખુભાઈ હરજીભાઈ શીલુ એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૯–૧૧–ર૦ર૦ના  મેઘપર ગામે ફરીયાદી ભીખુભાઈના ઘરે કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરના દરવાજાનું તાળુ ફોર વ્હીલના ટાયરના બોલ્ટ  ખોલવાના પાના વડે તોડી ઘરની અંદર જમણી બાજુ આવેલ રૂમમાં રાખેલ અનાજ ભરવાની કોઠીમાં રાખેલ રોકડા રૂ.૪પ,૦૦૦/– તથા સોનાનો આશરે દોઢ તોલાનો ચેન કિંમત રૂ.૪રપ૦૦/– તથા રૂમમા રહેલ જુની સાડી નંગ–૯ તથા ઓસરીમાં રહેલ ટીવી નંગ–૧, કિંમત રૂ.૧પ,૦૦૦/– મળી કુલ કિંમત રૂ.૧,૦ર,પ૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ચાંદીગઢ ગામે જુગટુ રમતા ૩ ઝડપાયા

જામનગર : લાલપુર પોલીસ મથકના બી.એમ.જાડેજાએ તા.૧ ના રોજ લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામે આ કામના આરોપીઓ અશ્વીન ગોકળભાઈ પટેલ, ચંદુ નરશીભાઈ પટેલ, અરવિંદ મુળજીભાઈ વાછાણીને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. ૩ર૭૦ સાથે ઝડપી પાડયા હતા.

(12:59 pm IST)
  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST

  • ''ટાઈગર સ્ટેટ''માં ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયા : મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયાઃ હાલમાં મધ્યપ્રદેશમાં ૫૫૦ વાઘ છેઃ મધ્યપ્રદેશને ''ટાઈગર સ્ટેટ'' તરીકે ઓળખવામાં આવે છે access_time 12:51 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST