Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હાપા યાર્ડમાં 'અજમા'ની આવકઃ ૩૩૦૧થી ૪૦૦૧નો ભાવ ઉચજયો

જામનગરઃ અહીંના હાપા યાર્ડમાં નવા અજમાની આવક શરૂ થયેલ છે. ૧૪ ગુણી અજમો આવેલ અને હરરાજીમાં ર૦ કિ.ગ્રા.ના ૩૩૦૧ થી ૪૦૦૧ નો ભાવ ઉપજેલ છે. હાપા-માર્કેટ યાર્ડ અજમા નું રાજયનું મેઇન માર્કેટ છે. ગુજરાત રાજયમાં અજમા ના ભાવ હાપા યાર્ડમાંથી બહાર પડે છે તેમ સેક્રેટરી હિતેષ પટેલ જણાવે છે. એક યાદી મુજબ મગફળીની ઉતરાય સાંજે ૪ વાગ્યાથી રાત્રીનાં ૯ સુધી કરવામાં આવશે. પાલ ભરેલ વાહન ઉભરા રાખવાનાં રહેશે. મગફળીની ઉતરાય (૧) મયુરવાળો ઓટો ત્યારબાદ રૂદ્ર ટ્રેડીંગવાળો ઓટો, ત્યારબાદ મગફળી પતરાવાળુ પ્લેટફોર્મ એ ૧ થી એ ૧૭ ત્યારબાદ બી ૧૭ થી બી ૧ ત્યારબાદ ઓફીસ પાસે ખુલ્લો સેડ એ ૧ થી એ ૧૭ ત્યારબાદ બી ૧૭ થી બી ૧ સુધી ઉતરવાનું રહેશે.

(11:49 am IST)