Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

લાઠી તાલુકાના શેખપીપળીયાથી ગલકોટડીનો રસ્તો એક કરોડના ખર્ચે નવો બનશે

વિરજીભાઇ ઠુંમરના હસ્તે ખાતમુહૂર્ત વિધી સંપન્ન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૪૧ : લાઠી તાલુકાના શેખપીપળીયા ગામથી બાબરા તાલુકાના ગલકોટડી ગામ સુધીનો છ કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસ્માર હોવાના કારણે લોકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવતો હતો અનેકવાર રજુઆત કરવા છતાં રોડનું કામ શરૂ કરવામાં આવતું નોહતું અંતે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સતત રાજય સરકારમાં રજુઆત કરતા અંતે આ માર્ગ રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવતા તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરી કામનો શુભારંભ કરાવ્યો હતો.

લાઠી તાલુકાના શેખપીપળીયાથી ગલકોટડી સુધી આ માર્ગ રૂપિયા (૧.૧૦)(એક કરોડ દશ લાખ)ના ખર્ચે છ કિલોમીટર લંબાઈ સાથે પોણા ચાર મીટરની પહોળાઇ સાથે નવો માર્ગ બનાવવામાં આવશે તેમા વાઈડિંગ પણ કરવામાં આવશે ગામલોકોની વર્ષોજુની માંગ સંતોષાતા આનંદની લાગણી પ્રસરી ગઈ હતી તેમજ કુમારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં શેખ પીપરીયા થી લાઠી તરફ જતો આઠ કિલોમીટર ચાવંડ તરફ જતો રસ્તો ખીજડીયા જંકશન જોડતા રસ્તાને કામો શરૂ કરવામાં આવશે.

 આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જીતુભાઇ વાળા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ ભાદાણી,વેપારી અગ્રણી અશોકભાઇ ભાદાણી ગામના ઉપસરપંચ મુનાભાઈ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)