Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પોરબંદરમાં જવેલર્સ શોરૂમમાંથી સોનાનું પેન્ડલ ચોરી જનાર ૨ મહિલાઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧: સોની બજારમાં જોગીયા જવેલર્સ નામના શોરૂમમાંથી નજર ચુકવીને સવા લાખની કિંમતનું સોનાનું પેન્ડલ ચોરી જનાર ૨ મહિલાઓ જયશ્રીબેન દિપકભાઇ ડોડિયા તથા પાયલબેન શૈલેષભાઇ ચુડાસમાને પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી ગણતરીના કલાકોમાં પકડી લઇને અને ડીટેકટ ગુન્હો ડીટેકટ કરવામાં સફળતા મેળવી છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.આહિર તથા ડીસ્ટાફ પીએસઆઇ આર.એલ. મકવાણા તથા પીએસઆઇ ડી.કે.ઝાલા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ. ભાવીન પી. કારેણા, કોન્સ. ભીમાભાઇ દેવાભાઇ ઓડેદરા, ખનગી રાહે સંયુકત બાતમી મળેલ કે કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.ંન. આઇ.પી.સી. ૩૮૦,૪૫૪,૧૧૪ મુજબના ગુનાના કામેની બનાવ વાળી જગ્યાના સીસીટીવી ફુટેઝના વર્ણન વાળી બે અજાણી સ્ત્રીઓ ભાવસિંહજી હોસ્પિટલ પાસે ભુતનાથ મંદિરે દર્શન કરવા આવનાર હોય તેથી મહિલાપો. કોન્સ. ભારતીબેન ગાંગાભાઇને સાથે રાખી સ્ટાફ સાથે હકિકત વાળી જગ્યાએ જતા સીસીટીવી ફુટેજના જોવામાં આવી વર્ણન વાળી બે સ્ત્રીઓ ભૂતનાથ મંદિરે દર્શન કરવા ચાલીને આવતા બન્ને સ્ત્રીઓને રોકી મહિલા પો.કોન્સ.ની હાજરીમાં (૧)નેં નામઠામ પુછતા પોતે પોતાનું નામ જયશ્રીબેન વા/ઓ દિપકભાઇ ગોપાલભાઇ ડોડીયા, ઉવ. ૪૮ ધંધો ઘરકામ તથા નં. (૨) પાયલબેન વા/ઓ શૈલેષ ભાયાલાલ ચુડાસમા ઉવ.૨૭ હાલ રહે બન્ને છાંયા પોરબંદર હોવાનું જણાવેલ હોય જે બન્ને મહિલાને અત્રે પો.સ્ટે. લાવી મહિલા પો. કોન્સ. ભારતીબેન ગાંગાભાઇની હાજરીમાં આગવી ઢબે ઉંડાણપૂર્વક પુછપરછ કરતા બન્ને મહિલાઓએ ગુનાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામે આરોપી બહેનોની તપાસ માટે સરકારી સીસીટીવી કેમેરા/ પોકેટ કોપ/ ઇગુજકોપ  દ્વારા તપાસ કરવામાં આવેલ છે. આ કામે આરોપી પુછપરછ કરતા સોની બજારમાં 'જોગીયા જ્વેલર્સ' નામની સોનાની દુકાનમાં પ્રવેશ કરી ફરીયાદીને વાતોમાં રોકી રાખી ફરીયાદીની નજર ચુકવી દુકાનમાં કાઉન્ટર પરથી આશરે ૨૬ ગ્રામ વજનનું જેની આશરે કિ.રૂ. ૧,૨૫,૦૦૦ વાળુ સોનાનું પેન્ડલ ચોરી કરી પોતાના ઘરમાંથી રીકવરી કરેલ છે. જેથી કીર્તિમંદિર પો.સ્ટે.માં આઇ.પી.કો. કલમ ૩૮૦,૫૪૫,૧૧૪ મુજબનો અનડીટેકટર ગુનો ડીટેકટ કરેલ છે.

આ કામગીરીમાં કીર્તિમંદિર પો. સ્ટે.ના પી.આઇ. એચ.એલ. આહિર, ડી-સ્ટાફ પી.એસ.મકવાણા, પીએસઆઇ ડી.કે.ઝાલા હેડ કોન્સ. ભાવીન પી. કારેણા, એમ.કે.માવદીયા, ગીરીશ આર.ભરડા, કોન્સ. ભીમાભાઇ દેવાભાઇ ઓડેદરા સ્ટાફના ભરતભાઇ શીંગરખીયા, વિપુલ રાયશીંગભાઇ ઝાલા, અરવિંદ કાનાભાઇ શામળા, ભારતીબેન ગાંગાભાઇ ગોસીયા વિગેરે રોકાયેલ હતા.

(11:48 am IST)