Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પોરબંદરમાં મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના શિક્ષક ડો. મુકેશભાઇ વ્યાસને નિવૃત વિદાયમાન

પોરબંદર તા.૧ : મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના સંનિષ્ઠ શિક્ષક ડો.મુકેશભાઇ વ્યાસ સેવાનિવૃતિ વિદાયમાન આપવામાં આવ્યુ હતુ.

નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલીત મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષક આર.જી.ટીચર્સ કોલેજના એમએડ અભ્યાસક્રમના વિઝીટીંગ પ્રોફેસર, પીએચડી ગાઇડ, વિજ્ઞાનમેળા, ગણિતમંડળ ક્ષેત્રે બાલુબા કન્યા વિદ્યાલય વિદ્યાલયને ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે સંસ્થાને આગવુ અને વિશિષ્ટ પ્રદાન આપનાર ડો.મુકેશભાઇ વી.વ્યાસ વયમર્યાદાને કારણે દીર્ઘકાલીન ફરજ બજાવી સેવા નિવૃત થતા તેમને સન્માન અપાયુ હતુ.

બાલુબા કન્યા વિદ્યાલયમાં સાદા સન્માન સમારંભમાં કોરોના વૈશ્વિક મહામારી સમયે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે બાલુબા સ્ટાફ પરિવાર દ્વારા આ વિદાયમાન અપાયુ હતુ.

બાલુબા કન્યા વિદ્યાલયના આચાર્યા અરૂણાબેન મારૂએ નિવૃત થનાર શિક્ષકઅને શિક્ષિકાબેનોની સેવાને બિરદાવતા જણાવ્યુ હતુ કે, માણસને વયથી નહી એનામાં ધબકતા જોશથી માપવા જોઇએ. આ સ્કુલની દિકરીઓમાં શિસ્ત, ચારિત્ર્ય ઘડતર દીર્ઘકાલીન કરેલ છે તેના પાયામાં ડો.મુકેશભાઇ વ્યાસ સહિતની બેનોની નિયમીતતા, કાર્યશીલતા અને ફરજનિષ્ઠા રહેલ છે તેમ જણાવી શુભેચ્છા પાઠવી હતી.

શાળાના શિક્ષકો જે.વી.ડોડીયા અને સુનિલભાઇ પોપટાણીએ જણાવેલ હતુ કે, નિવૃતિના જ્ઞાનનો લાભ મેળવવા સમાજની જવાબદારી છે. શિક્ષક રીટાયર્ડ થઇને રીટાયર્ડથવાનુ નથી પરંતુ પ્રત્યેક ક્ષણે સમાજને દોરવણી આપવાની છે.

સંસ્થાના આચાર્યા અરૂણાબેન મારૂના હસ્તે શાલ ઓઢાડી, સ્મૃતિચિહન એનાયત કરી સન્માનીત કરાયા હતા આ પ્રસંગે સેવા નિવૃત ડો.મુકેશભાઇ વ્યાસે, આર.જી.ટી.કોલેજ તથા બાલુબા કન્યા વિદ્યાલય દીર્ઘકાલીન શિક્ષણયાત્રાના સંસ્મરણો વાગોળી સન્માન બદલ ઋણ સ્વીકાર કરી હંમેશા સંસ્થાને ઉપયોગી થવાની લાગણી દર્શાવી હતી.કેળવણીકાર ડો.ઇશ્વરભાઇ ભરડાએ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવેલ હતુ કે, એક શિક્ષકની કેટલી ફરજનિષ્ઠા છે કે તેઓ આર.જી.ટી.કોલેજના એમએડના વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા પીએચડીના ગાઇડ બને આ અધ્યયનશીલ અધ્યાપક અન્ય શિક્ષકો માટે પ્રેરણાદાયી છે તેમણે શુભેચ્છા પાઠવી હતી.

સેવાનિવૃત થયેલ સુંદરબેન હુણ તથા સવિતાબેન  ગોઢાણીયાની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ સાદા અને ગૌરવશાળી સમારંભમાં જીવાભાઇ પરમાર, ડોડીયા, સુનિલભાઇ  સહિત બાલુબા કન્યા વિદ્યાલયનો પરિવાર હાજર રહ્યો હતો.

(11:47 am IST)