Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હળવદ પાસે ઇકો કારમાં જતા જાનૈયાઓને અકસ્માત નડયો : ૮ને ઇજા

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧ : ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી જાનૈયાઓ મોરબી જઈ રહ્યા હતા. ત્યારે હળવદ તાલુકાના શકિતનગર નજીક હાઈવે પર ઈકો કારના પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં સવાર આઠ જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચવા પામી છે.

ધ્રાંગધ્રા તાલુકાના કુડા (નિમકનગર) ગામે રહેતા હસનભાઈ ઈબ્રાહીમભાઈ, સબીરભાઈ અબ્દુલભાઈ, અકબરભાઈ રાણાભાઈ, હસનભાઈ મોહમદભાઈ સહિતના નિમકનગરથી વરરાજાને પરણાવવા મોરબી જઈ રહ્યા હતા. ત્યારે હળવદ તાલુકાના શકિતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે અરસામાં અમદાવાદ કચ્છ હાઈવે પર ઈકો કારનું પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉપરોકત ચારેય વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જયારે ચાર-પાંચ વ્યકિતઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ૧૦૮ની ટીમને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. ફરજના તબીબો ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી છે.

(11:44 am IST)
  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST

  • ઉર્મિલા માતોંડકરની રાજનીતિની બીજી ઇનીંગ : હવે શિવસેનામાં જોડાઇ : ઉધ્ધવની હાજરીમાં પ્રવેશ access_time 3:21 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST