Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

મુળીના સડલા ગામે ગોવિંદ ભગતનું અન્નક્ષેત્ર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧ : ઝાલાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંત અને સુરા જનમ્યા છે અહિં કેટલાય ગ્રહસ્થી સંતો પણ છે જેઓ સેવા પરમો ધર્મને ઉજાગર કરી રહ્યાં છે અને ગમે તેવો કપરો કાળ હોય કે પછી સંજોગ પણ તેમની મૌન સેવા કયારેય અટકતી નથી ત્યારે મુળી તાલુકાના સડલા ગામના ગોવિંદ ભગતના આંગણે આવતાં સંતો, સાધો અને નિરાધારોને છેલ્લા ૩૭ વર્ષની સવાર અને સાંજ અતિથિ રૂપે ભોજન કરાવવામાં આવે છે અને અવિરતપણે આ સેવાયજ્ઞા હાલ પણ ચાલી રહ્યો છે.

મુળી તાલુકાના સડલા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગોવિંદ ભગતનું અન્નક્ષેત્ર છેલ્લા દ્યણા વર્ષોથી ચાલે છે અને તેઓ કયારેય પ્રસિધ્ધિ કે પ્રસશતીની ખેવના નથી રાખતાં અને જયાં ટુકડો ત્યાં હરિ ડુકડો એજ ભકિત અને ભજન સાથે અનેક નિરાધારોને સવાર-સાંજ ભોજન કરાવે છે જેમાં તેમનાં પત્ની અને પુત્રો નારાયણભાઈ તથા લાલો ઉર્ફે ભાવિનભાઈ પણ સેવા આપે છે.

જયારે ગામનાં ઝાંપે સીમેન્ટના પાઈપ બનાવતાં ગોવિંદ ભગતને ત્યાં વર્ષો પહેલા કોઈ સાધુ આરામ અને રાત્રી રોકાણ માટે પર્ધાયા હતાં તેમને ઉતારો કરાવવાની સાથે સાથે ભોજન પણ કરાવ્યું અને આંગણે આવેલા કોઈ અતિથિને ગ્રહસ્થી જમવા માટેની તૃચ્છા કરી હતી અને ત્યારથી આ સેવા પ્રવૃત્ત્િ।ની શરૂઆત થઈ હતી. ગામ કે આસપાસ જતાં આવતાં સાધુ સંતો અને જરૂરીયાતવાળા નિરાધારોને અહિં ગોવિંદ ભગતને ત્યાં ઉતારો થાય છે અને બંન્ને ટાઈમ સવાર-સાંજ જમવાનું પણ નિઃશુલ્ક મળી રહી છે અને ગોવિંદ ભગતના પત્ની પોતે જ આ તમામ અતિથિઓ માટે રસોઈ પણ જાતે જ બનાવે છે.

પ્રભુ સ્મરણ કરતાં કરતાં રોટલા દ્યડે છે અને દરેક કામ જાતે જ કરે છે તેમજ આંગણે આવેલાઓને પ્રેમથી જમાડે છે અને એમને ત્યાંથી કયારે કોઈ નિરાશ થઈને કે ભુખ્યુ ગયું નથી. જયારે ગોવિંદ ભગત આ સેવા પ્રવૃત્ત્િ। માટે કયારેય કોઈ ફંડ ફાળો કે દાન લેતા નથી અને પોતે જે કમાય છે તેમાંથી પુણ્ય મેળવવામાં માને છે અને દેવાવાળો તેમજ ખાવાવાળો પણ રામ એવું દ્રઢપણે જણાવે છે. જયારે ટાઢ, તડકો કે વરસાદમાં અહિં સાધુઓને સલામત વિસામો પણ મળી રહે છે.

૩૭ વર્ષ પહેલા સેવાયજ્ઞ શરૂ કર્યો

મુળી તાલુકાના સડલા ગામનાં ગોવિંદ ભગત અને તેમનાં પત્નીએ ૩૭ વર્ષ પહેલા પોતાના દ્યેર સાધુ સંતો સહિત નિરાધારોને નિઃશુલ્ક રહેવા-જમવાની સેવાનો પ્રારંભ કર્યો હતો તેઓ આજે વૃધ્ધાવસ્થામાં હોવા છતાં આ સેવા અવિરતપણે ચાલી રહી છે અને તેમનાં બે પુત્રો અને પરિવારજનો પણ તેમાં સહકાર આપી સેવા કરી રહ્યાં છે.

દ્યરની આવકમાંથી જ સેવાકીય પ્રવૃત્ત્િ।

સડલા ગામે ગોવિંદ ભગતના સીમેન્ટના પાઈપનું કારખાનું આવેલું છે અને આ કારખાના દ્વારા થતી આવકમાંથી જ આ સેવાકીય પ્રવૃત્ત્િ। કરવામાં આવે છે અને કોઈપણ જાતનો ફંડફાળો કે દાન લીધા વગર આ સેવાનો યજ્ઞા છેલ્લા ૩૭ વર્ષથી ચલાવી રહ્યાં છે અને આજે પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે.

(11:41 am IST)
  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • ''ટાઈગર સ્ટેટ''માં ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયા : મધ્ય પ્રદેશમાં છેલ્લા ૧૯ વર્ષમાં ૨૯૦ વાઘના મોત થયાઃ હાલમાં મધ્યપ્રદેશમાં ૫૫૦ વાઘ છેઃ મધ્યપ્રદેશને ''ટાઈગર સ્ટેટ'' તરીકે ઓળખવામાં આવે છે access_time 12:51 pm IST