Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હળવદના સાપકડામાં મકાનમાં ચોરખાનામાં છુપાવેલ ૩૦૮ બોટલ દારૂ જપ્ત

(દિપક જાની દ્વારા)હળવદ,તા. ૧: હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોલીસથી બચવા ગામમાં આવેલ બટુક આશ્રમની બાજુમાં તેના નવા બનાવેલ મકાનમા ચોરખાનું બનાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમી મોરબી જિલ્લા એલસીબી પોલીસને મળી હતી આથી ગઈકાલે મોડી સાંજે જિલ્લા એલસીબી પોલીસે સાપડા ગામે દરોડો પાડી ૩૦૮ ઇંગ્લીશ દારૂની બોટલ સહિત રૂ ૯૪,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ઘ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:39 am IST)