Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

મોટી પાનેલી એશોસિએશનમાં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક

મોટીપાનેલી તા.૧ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં  વેપારી એશોશિએશનની મળેલ મિટિંગમાં પાનેલીના તમામ નાના મોટા વેપારીઓ એ હાજરી આપી હતી જેમાં એશોશિએશનના નવા હોદેદારોની નિમણુંકની ચર્ચા થઇ હતી જેમાં મહેન્દ્રભાઈ ભાલોડીયા એ પ્રમુખશ્રી તરીકે નિલેશભાઈ માખેચાનું નામ રજૂ કરેલ જેને તમામ વેપારીઓ એ એકમત અને સૂચનથી વધાવી લીધેલ પાનેલી લોહાણા મહાજનના પ્રમુખ અને દરેક સમાજ અને સંસ્થા કે સંગઠન નેં કાયમને માટે એકસૂત્ર થી જકડી રાખનાર નિલેશભાઈ માખેચાની વેપારી એશોશિએશનના પ્રમુખ તરીકે સર્વોમાંન્ય નિમણૂંક કરવામાં આવી હતી જયારે એશોશિએશનના ઉપપ્રમુખ તેમજ ખજાનચી તરીકે લાલભાઈ વાછાણી અને હરેશભાઇ તન્નાનું નામ પ્રમુખશ્રી નિલેશભાઈ એ સૂચવતા તમામ ધંધાર્થી વેપારી મિત્રોએ તેમનો પણ સ્વીકાર કરી ે વધાવી લીધેલ સાથેજ તમામે હોદેદારોનું હારતોરા થી સન્માન કરેલ.

સરળ અને સિદ્ઘાંતવાદી વ્યકિતત્વનેં લીધે પાનેલીની દરેક નાની મોટી વ્યકિતમાં પ્રિય નિલેશભાઈનેં ગ્રામજનોએ પણ નિમણુંક બદલ અભિનંદન આપી સ્વાગત કરેલ. નિલેશભાઈની વરણીને રાજકોટ ગેલેકસી ગ્રુપ ના રાજેશભાઈ ભાલોડીયા, પૂર્વ સંશદ હરિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા ચેરમેન બાલુભાઈ વિંઝુડા સરપંચ મનુભાઈ ભાલોડીયા ઉપ સરપંચ બધાભાઇ ભારાઈ, અશોકભાઈ પાંચાણી, જતીનભાઈ ભાલોડીયા, રતાભાઈ ફિનડોરીયા, મહેન્દ્રભાઈ ભાલોડીયા, નાથાભાઈ કરડાની,  ભામાભાઈ રબારી, કે.પી.ચાવડા, રમેશભાઈ મકવાણા, રમેશભાઈ માખેચા, ઇશાકભાઈ શોરા,ભુરાભાઇ દેગામા વગેરે આગેવાનો એ અભિનંદન પાઠવેલ છે.

(11:38 am IST)