Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

શેઠવડાળા કોળી સમાજ ખાતે બોર્ડીંગનું ખાતમુહુર્ત

જામજોધપુર : શેઠવડાળા મુકામે કોળી જ્ઞાતિ સમાજ મુકામે એટીવીટી ગ્રાંટમાંથી ૧.૫૦ લાખ (દોઢ લાખ)ના ખર્ચે બોરીંગ કરી મીટર બોર્ડ લગાવવાનુ મુહુર્ત જામજોધપુર તાલુકા પુર્વ ભાજપ પ્રમુખ તેમજ શેઠવડાળાના અગ્રણી મુકેશભાઇ જોશી મા.યાર્ડના ડીરેકટર તેમજ ક્ષત્રિય અગ્રણી કિશોરસિંહ જાડેજા તથા કોળી સમાજના આગેવાન મુકેશભાઇ પાટડીયા તથા કોળી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

(11:36 am IST)
  • બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે : રાજ્ય આરોગ્ય સચિવ : સની દેઓલ છેલ્લા મહિનાથી હિમાચલ પ્રદેશમાં હતો access_time 12:04 am IST

  • રાજય સરકારે પણ કોરોનાના ટેસ્ટના ભાવોમાં કર્યો ઘટાડો : હવે ખાનગી લેબમાં રૂ.૮૦૦માં RTPCR ટેસ્ટ થશે, ઘર બેઠા રૂ.૧૧૦૦માં થશે RTPCR ટેસ્ટ : અગાઉ લેબોરેટરીમાં રૂ.૧૫૦૦ અને ઘરબેઠા રૂ.૨૦૦૦માં કરવામાં આવતા હતા આ ટેસ્ટ access_time 1:28 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST