Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર સહિત સામુહિક આપઘાત કેસમાં યશવંતસિંહ રાણાની ધરપકડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧ : ભાવનગર શહેરના વિજયરાજનગર ખાતે રહેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહબી.જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિહ ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા એ ગત તા .૧૬ સપ્ટેમ્બરના રોજ તેમના મિત્રો - સગા સબંધીઓને મોબાઇલમાં મેસેજ કરી પોતે પોતાના પરિવાર સાથે પોતાની રીવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરેલ .

જેમાં તેઓ પોતે તથા તેમના પત્નિ બીનાબા, પુત્રીઓ નંદીનીબા તથા યશસ્વીબા અને પાલતુ ડોગી સહિતનાના આપઘાતમાં મોત નીપજયા હતા. ઉપરોકત બનાવમાં ઘટના બાદ મૃતકના પિતાએ પોતાના પુત્ર તથા પુત્રવધુ અને દીકરીઓને મરવા મજબુર કર્યા હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે નાસતા ફરતા આરોપી યશવંતસિંહ રાણાની ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરથી ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મંગાતા અદાલતે તેમના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

(12:17 pm IST)