Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગારીયાધારનાં મોટીવાવડી ગામની સીમમાં સિંહો દ્વારા ર ગાયનું મારણ

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર તા. ૧ :.. તાલુકાના મોટીવાવડી ગામે સિંહો દ્વારા બે ગાયોના મારણ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

મોટી વાવડીથી ભાણવાવ ગામ વચ્ચે વજુભાઇ મનજીભાઇ બોરડાની વાડીમાં રાત્રીનાં રખડતી - ભટકતી બે ગાયોને સિંહોએ મારણ કર્યા હતાં. ઘટનાની જાણ થતાં ગારીયાધાર ફોરેસ્ટ વિભાગની ટીમ આવીને પંચ રોજકામની કામગીરી કરી પુર્ણ કરાઇ હતી.છેલ્લા બે દિવસથી અહીં વાડી વિસ્તારોમાં સિંહોના આંટા-ફેરાના સગડો જોવા મળતાં હોવાનું ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યુ છે. જેના  કારણે રાત્રીના વાડીએ પાણી છોડતા ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો.

(10:54 am IST)