Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

જામનગરમાં એક ગુજરાતીના લગ્‍નમં જાન હેલીકોમ્‍પ્‍ટરમાં આવી સૌમયા-લગ્‍ન મંડપમાં રૂ.પ૦૦-ર૦૦૦ ની નોટોનો વરસાદ થયો : કરોડો રૂપિયા ઉડાવી માંડવીયા-જાનૈયાઓએ મનોરંજન માણ્‍યું

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતીઓ લગ્ન ધૂમધામથી કરે છે. ત્યારે જામનગરમાં એક લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં હેલિકોપ્ટરથી જાન આવી હતી. લગ્નના વરઘોડામાં અંદાજે એક કરોડ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. લગ્નમાં રૂપિયાનો વરસાદ થયો હતો.

જામનગરમાંજાહો જલાલીથી લગ્ન કરાયા હતા. આ લગ્નપ્રસંગમાં રૂપિયાનો વરસાદ કરાયો હતો. ચેલા ગામમાં હેલિકોપ્ટરથી જાન આવી,એકથી એક ચઢિયાતી કાર આવીઅને લગ્ન પ્રસંગમાં 2 હજાર અને 500ની નોટોનો વરસાદ કરાયો. ચેલા ગામમાં અંદાજે એક કરોડ રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. ઋષિરાજસિંહ જાડેજા નામના યુવાનના લગ્નમાં નોટોનો વરસાદ કરાયો હતો.

(2:55 pm IST)