Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ભાવનગરમાં કેદી ફરાર થવાના પ્રકરણમાં ફોજદાર સહિત ચાર સસ્પેન્ડ

 ભાવનગરઃ ભાવનગર જેલમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ બાલા સોલંકી અને કિશન ઉર્ફે ટેમો કાબા સોલંંકી નામના બન્ને કેદીઓને સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. દરમ્યાન બન્ને કેદીઓએ પોલીસમેન જીતુ નાથા આહીર ઉપર મરચાની ભૂકી છાંટી નાસી છૂટયા હતા.  આ બનાવ અંગે પોલીસે પોલીસમેન જીતુ નાથા આહીર સામે  ફરજમાં બેદરકારી દાખવ્યાનો ગુનો નોંધ્યો હતો.  આ પ્રકરણ સંદર્ભે એસ.પી. જયપાલસિંહ રાઠાડે જિલ્લા હેડ કવાર્ટરમા ફરજ બજાવતા ફોજદાર ડી.ડી. ગોહિલ, એએસઆઇ નલીન પંડયા, જમાદાર મહાવીરસિંહ ફતેસિંહ અને પોલીસ મેન જીતુ નાથા આહીરને ફરજમા બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

(12:41 pm IST)