Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

દિલ્હીમાં ઝામ્બિયાના એમ્બેસેડર અને પ્રતિનિધિ મંડળ સાથે કુંવરજીભાઇ બાવળીયાની મુલાકાત

 આટકોટઃ તા.૩૦, રિપબ્લિક ઓફ ઝામ્બિયા અને ગુજરાત સરકાર વચ્ચે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર શરૂ કરવા સંદર્ભે ભારત ખાતેના ઝાંબિયાના હાઈ કમિશનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાત સરકાર ના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ તારીખ ૨૯-૧૧-૨૦૧૯ ના રોજ દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત યોજાયેલ આ મુલાકાત દરમ્યાન ઝામ્બિયા માં સુગઠિત બજાર વ્યવસ્થાની ઉપલબ્ધતા ના અભાવે દૂધ નો વધુ પડતો બગાડ અટકાવવા ગુજરાતના સહયોગથી ઝામ્બિયા માં દૂધ ના પ્રોસેસિંગ અને માર્કેટિંગની સુવિધાઓનો વિકાસ થકી ડેરી ક્ષેત્રનો વિકાસ ઝામ્બિયા ની સરકારે ઉત્સુકતા દર્શાવેલ

  ઝામ્બિયા સ્થાનિક ઓલાદની ગાયોમાં વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન તેમજ પશુ દીઠ ઉત્પાદકતા ખૂબ જ ઓછી છે કોઈપણ વાતાવરણમાં પોતાને ટકાવી રાખવાની ક્ષમતા રોગ પ્રતિકારક ક્ષમતા તથા લાંબો સમય સુધી દૂધ આપવાની ક્ષમતા જેવા ગુણોને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ઘ ગુજરાતની ગીર ગાયના  માધ્યમથી ઝામ્બિયાની સ્થાનિક ઓલાદની ગાયો માં શંકર સંવર્ધન કરી ચામડાની સ્થાનિક ઓલાદ સુધારણાના કાર્યક્રમ આયોજીત કરવા માટે પણ ઝામ્બિયા સરકારે હકારાત્મક અભિગમ દર્શાવ્યો

 ઝામ્બિયા ના પ્રગતિશીલ પશુપાલકો અને તાંત્રિક અધિકારી/કર્મચારીઓની તાલીમ અને શિક્ષણ પ્રદાન કરવા તથા પશુપાલન અને ડેરી વિકાસ ક્ષેત્રે સંશોધન હાથ ધરવા ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીનો સહયોગ મેળવવા માટે સકારાત્મક વલણ દર્શાવેલ જેમાં ખાસ કરીને

ઝામ્બિયા પશુપાલન અને ડેરી ક્ષેત્રે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાતની કામધેનું યુનિવર્સિટી ખાતે શીક્ષણ મેળવીને ઝામ્બિયા ખાતે પશુપાલન અને ડેરી ક્ષેત્ર ના વિકાસ માં વધુ સારૂ યોગદાન આપી શકે તેમજ ગુજરાત રાજયના પશુપાલન અને ડેરી ક્ષેત્રના સ્નાતકો પણઙ્ગ ઝામ્બિયા ખાતે જે તે ક્ષેત્રમાં રોજગારી મેળવે તેની શકયતાઓ અંગે પણ ચર્ચા કરેલ.

 વધુ વિગતવાર ચર્ચા વિચારણા અને અભ્યાસ માટે રિપબ્લિક ઓફ ઝામ્બિયા એમ્બેસેડર દ્વારા માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગુજરાત સરકારની અધ્યક્ષતા હેઠળ ગુજરાતના પશુપાલન અને ડેરી ક્ષેત્રના સભ્યો સાથે ના પ્રતિનિધિમંડળને જાન્યુઆરી ૨૦૨૦ ના પ્રથમ પખવાડિયામાં રિપબ્લિક ઓફ ઝામ્બિયા ની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવેલ આમ ગુજરાતની આગમ આગવી ઓળખ સમી ગીર ગાય તથા પશુપાલન ડેરી ઉદ્યોગ અને અભ્યાસ ક્ષેત્ર દક્ષિણ આફ્રિકાના દેશોમાં પ્રવેશ ની કાર્યવાહી પશુપાલન મંત્રી દ્વારા હાથ ધરાઈ છે.

(11:56 am IST)