Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઈક અથડાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણૂ : બે ની હત્યા:પાંચ ઘાયલ

પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો: સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભુજ : પૂર્વ કચ્છના કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઈક અથડાવાના મુદ્દે મુસ્લિમ સમાજના બે યુવકોના જૂથ ધીંગાણું ખેલાયું હતું  બાઈક અથડાયા બાદ બંને જૂથના યુવાનોએ ફોન કરીને પોતપોતાના સાગરીતોને બોલાવી લેતા હિંસા ભડકી હતી જેમાં મામદ મુદરાણી અને દાઉદ ઇબ્રાહિમ નામના બે યુવાનોને છરીના ઘા ઝીકાતા મોત નિપજ્યા હતા આ અથડામણમાં પાંચ લોકો ઘાયલ થયા છે

 ઘવાયેલાઓને ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ઘટનાની જાણ થતા પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગિથવી દેવાયો છે

(8:18 pm IST)