Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

જામનગરમાં સામુ જોવા બાબતે પ્રદિપસિંહ ઝાલાની હત્યા

ઇંડાની લારીએ જમવા ગયા ત્યારે માથાકુટ થતા ઢીમ ઢાળી દીધુઃ હત્યા કરનારા પની ધરપકડ

પ્રથમ તસ્વીરમા મૃતક પ્રદિપસિંહ ઝાલાનો મૃતદેહ, બીજી તસ્વીરમા ઝડપાયેલા આરોપીઓ અને ત્રીજી તસ્વીરમાં પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર તા. ૩૦ : જામનગરમાં મોડી રાત્રીના ઇંડાની લારીએ જમવા બાબતે મથાકુટ થતા સામાન્ય બોલાચાલીમાં પ્રદિપસિંહ ઉર્ફે અજયસિંહ ઝાલાની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે પોલીસે આ પ્રકરણમાં પ શખ્સોની ધરપકડ કરી છે.

જામનગર શહેરમાં સાત રસ્તા પાસે ઇન્ડીયન ઓયલ પેટ્રોલ પંપ પાસે રહીમ કાસમ આમરોલીયા મુસ્લીમ રહે.ધરારનગર આવાસ બ્લોક નં.૨ રૂમ નં.૧૩ જામનગર વાળાની ઇંડા કળીની રેકડીએ રાત્રીના ફરીયાદી મહેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તથા મરણ જનાર પ્રદિપસિંહ ઉર્ફે અજયસિંહ ઝાલા રહે.બન્ને જામનગર વાળા જમવા માટે ગયેલ હતા આ વખતે રાત્રીના આરોપી જીતુ ઉર્ફે જીતો રાજુભાઇ મકવાણા તથા અસગર ઉર્ફે પંખી બશીર સુમરા તથા એક કાયદાથી સંધર્ષિત કિશોર ત્રણેય જણા એકસેસ મોટર સાયકલ લઇ પણ તેજ રેકડીએ જમવા માટે ગયેલ આ વખતે ફરી તથા મરણ જનાર અને આરોપીઓ વચ્ચે સામે જોવા બાબતે બોલાચાલી તકરાર થયેલ જેથી આરોપી જીતુ મકવાણાએ ફોન કરી આરોપી રફીક ઇબ્રાહીમ ખફી તથા અલ્તાફ વલીમામદ ગામેતી રહે.બન્ને ઢીચડા વાળાઓને બોલાવેલ અને બન્ને અલ્ટોકાર લઇ આવી મરણ જનાર ને આરોપીઓએ એક સંપ કરી તલવાર તથા છરી થી શરીરમાં કપાળના ભાગે તથા વાંસાના ભાગ ઉપર ગંભીર ઇજા કરી મોત નીપજાવતા સીટી સી ડીવી પો.સ્ટે.માં ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

ઉપરોકત ગુન્હો બનતા આ ગુનામા સંડોવાયેલ આરોપીઓની હકિકત મેળવી તાત્કાલીક પકડી પાડવા જામનગર ના પોલીસ વડા શ્રી શરદ સિંધલ નાઓએ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયાને સુચના કરતા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળમાં સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર બી ગોજીયા તથા હરપાલસિંહ સોઢા, હરદીપભાઇ ધાધલ તથા અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) જીતુ ઉર્ફે જીતો રાજુભાઇ મકવાણા રહે.કોમલનગર જામનગર (૨)રફીક ઇબ્રાહીમ ખફી રહે.ઢીચડા (૩)અસગર ઉર્ફે પંખી બશીરભાઇ લુઢાણીયા સુમરા રહે.ઢીચડા (૪)અલ્તાફ વલીમામદ ગામેતી રહે.ઢીચડા તથા (૫)એક કાયદાથી સંધાર્ષિત કિશોરને રાઉન્ડઅપ કરી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી સીડીવી પો.સ્ટે.ને સોપી આપવામાં આવેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલની સુચનાથી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, અશ્વિનભાઇ ગંઢા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(2:11 pm IST)