Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

પાલીતાણાના યુવકનું પોલીસ રિમાન્ડમાં મોત થતા અરેરાટી

લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન અને હોસ્પિટલે ઉમટયાઃ ચુસ્ત બંદોબસ્ત

ભાવનગર, તા.૩૦: ભાવનગર  જિલ્લાના તળાજા પોલીસ પાલીતાણા માં કસાઈનો વ્યવસાય કરતા ઈસમ ને વેળાવદર નજીક મળી આવેલ મૃત બળદો ના મામલે તપાસ ના કામે લઈ આવેલ. એ ઈસમનું મૃત્યુ થવા પામેલ. જેનેલઈ પોલીસે જણાવ્યું હતુંકે પછપરછ દરમિયાન શારીરીક હાલત કથળી હોવાની ફરિયાદ કરતા અહીંની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ.જયાં પાંચ દસ મિનિટી ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ.આ બનાવ ને લઈ પોલીસ કબ્જામાં રહેલ ઇસમનું મોત થયાના સમાચાર શહેરમાં ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્તઙ્ગ ગોઠવવા માં આવેલ હતો. એફ.એસ.એલઙ્ગ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર રાત્રીના સમયે લઈ જવામાં આવેલ.

તળાજા સહિત ભાવનગર જિલ્લા માં ચકચાર મચાવતી દ્યટનાની તળાજા પોલીસ અને હોસ્પિટલ સૂત્રો પાસેથી જાણવા મળતી સિલસીલા બંધ વિગતો મુજબઙ્ગ ગત અઠવાડિયે વેળાવદર નજીક એક બંધ ટ્રક માંથી તેર જેટલા બળદો મરેલામળી આવ્યા હતા. જેની તપાસ તળાજા પોલીસે હાથધરી હતી.જેમાં તપાસ ના કામે પાલીતાણા ના હથિયાધાર ,જેલ પાછળ રહેતા લાખાણી મહમદભાઈ ઉર્ફે હાતિમભાઈ અબ્દુલભાઇ ને તપાસ ના કામેં તળાજા પોલીસ લઈ આવેલ.

આ દ્યટના બાબતે પો.ઇ ગમારા એ જણાવ્યું હતુંકે બપોર બાદ શારીરિક તકલીફ થયાની ફરિયાદ કરતા અહીંની ટ્રસ્ટ સંચાલિત સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે હદયરોગ ના ડો.જીગ્નેશ ગોહિલ પાસે સારવાર માં લાવવામાં આવેલ. જયાં થોડીજ વારમાં મૃતયુ થવા પામેલ.

પોલીસ કબ્જામાં રહેલ પાલીતાણા ના ઇસમ નું મોત થયાના સમાચાર ના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક ના પરિવાર જનો પણ પાલીતાણા થી દોડી આયા હતા.બનાવ ને અનુલક્ષીઙ્ગ ને વિભાગીય પોલીસ વડાઙ્ગ જાડેજા, અલંગ, દાઠા, બગદાણા, એસઓજી,ભાવનગર પોલિસ ની ટિમ સાથે સંબધિત અધિકારીઓ દોડી આવેલ હતા.  મૃતકને સદવિચાર હોસ્પિટલ થી સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.જયાં પ્રશાશન દ્વારા કાયદેસરની ઓનઙ્ગ કેમેરા કાર્યવાહી કરવામાં આવેલ હતી. અહીંથી એફ.એસ.એલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર રાત્રે ખસેડવામાં આવેલ ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સારવાર દરમિયાન મોતથયુઃ તબીબ

સદવિચાર જનરલ હોસ્પિટલના સંચાલક તબીબ ડો.છોટાળા એ જણાવ્યું હતુંકે અહીં સારવાર માં હૃદયરોગ ના તબીબ ડો.જીગ્નેશ ગોહિલ પાસે સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જયાં પાંચ દસ મિનિટ ની સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા.

અમે તટસ્થ તપાસની માગ કરીએ છીએઃ ઇકબાલભાઈ લાખાણી

મૃતક ના ભાઈ ઇકબાલભાઈ લાખાણીએ  જણાવ્યું હતુંકે મારા ભાઈને પોલીસ લઈગઈ હતી. ગઈકાલે આજ તેમનું મોત થયાનંુ જાણવા મળેલ. અમો અટસ્થ તપાસ ની માગણી કરીશું.

(11:55 am IST)