Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

મોરબી જીલ્લામાં તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોના ધરણા: આવેદન આપી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ

શિક્ષક સંઘ દ્વારા મોરબી, માળિયા અને હળવદ સહિતના તાલુકાઓમાં ધરણા

 

મોરબી જીલ્લામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નક્કી કરેલ ધરણા કાર્યક્રમ અન્વયે જીલ્લાના પાંચેય તાલુકામાં પ્રાથમિક શિક્ષકોએ ધરણા કરી આવેદન પાઠવ્યું હતું અને વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી છે

મોરબી જીલ્લામાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ તાલુકા શિક્ષક સંઘ દ્વારા મોરબી, માળિયા અને હળવદ સહિતના તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષકોએ ધરણા કર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓ અંગે આવેદન પાઠવ્યું હતું જેમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દુર કરી સાતમાં પગારપંચ ની સંપૂર્ણ અમલવારી તા. ૦૧-૦૧-૨૦૧૬ ની અસરથી સમગ્ર દેશના શિક્ષકોને સમાન રૂપે લાગુ કરવી, દેશના બધા રાજ્યોના ફિક્સ પગારી શિક્ષકો, પેરા ટીચર્સ, શિક્ષક સહાયક, વિદ્યા સહાયક નિયોજિત શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એકસરખું વેતન આપવામાં આવે અને શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષા શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા પહેલા પુર આયોજન થાય તેમ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે

આજે તાલુકા કક્ષાએ ધરણા કર્યા હતા જયારે આગામી દિવસોમાં જીલ્લા કક્ષાએ બાદમાં રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

(12:43 am IST)