Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બે માસ પહેલા અમરેલીમાં થયેલી હત્યાના ત્રણ આરોપીને સુરતથી ઝડપી લેવાયા

અમરેલી, તા. ૧ : ગઇ તા. ૧-૧૦-ર૦૧૮ના રોજ અમરેલી શહેરમાં રહેતા મહેશભાઇ રામજીભાઇ ઝાલાની છરીના ઘા મારી હત્યા નિપજાવેલ. આ કામે (૧) ચિરાગ ગીજુભાઇ ઠાકર (ર) રણજીત ફતેસિંગ મોરી (૩) વનરાજ બાબુભાઇ ધાધલ રહે. ત્રણેય અમરેલીોવાળાઓના નામ ખુલેલ હતા.

સદરહું બનાવ અનુસંધાને નિર્લિપ્તરાય, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાએ તપાસ એલ.બી. મોણપરા, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગનાઓને સોંપેલ તેમજ સદરહું આરોપીઓને પકડી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે. વાઘેલા, એસ.ઓ.જી.ના પો. સબઇન્સ. (આર.કે. કરમટા તથા પેરોલ ફર્લો સ્કોડ અમરેલી તેમજ એમ.એ. મોરી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. અમરેલી સીટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ હતી.

સદરહું ગુન્હાના આરોપીઓના ફોટાઓ પ્રિન્ટ મીડીયા, ઇલેકટ્રીક મીડીયા, સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવેલ અને આરોપીઓની માહિતી આપનારને ઇનામ જાહેર કરવામાં આવેલ.

ઉપરોકત આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. એસ.ઓ.જી. ટીમો દ્વારા ટેકનીકલ સોર્સીંગ તેમજ બાતમીદારોથી સતત આરોપીઓની તપાસમાં હતા. દરમ્યાન બાતમી રાહે તેમજ ટેકનીકલ સોર્સીંગથી જાણવા મળેલ કે સદરહું ગુન્હાના આરોપીઓ તુરત મુકામે છુપાયા હોવાની હકીકત આધારે બી.એમ. દેસાઇ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓની સુચના અન્વયે અમરેલી એલ.સી.બી. એસ.ઓ.જી. ટીમ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી (૧) ચિરાગ ગીજુભાઇ ઠાકર ઉ.વ.ર૮, માણેકપરા (ર) વનરાજ બાબુભાઇ ધાધલ ઉ.વ.ર૪, ચિત્તલ રોડ, ગોળીબારના ટેકરા વાળાઓને ઝડપી લઇ સદરહું ગુન્હાની તપાસ એલ.સી.બી. મોણપરા, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલીનાઓ કરતા હોય પકડેલ આરોપીઓ તેઓને સોંપી આપેલ છે. સદરહું ગુન્હાના આરોપીઓ ગુન્હો કર્યા બાદ કયાં કયાં રોકાયા હતાં તેમજ ગુન્હામાં વપરાયેલ છરી તથા અન્ય મુદામાલ અંગે પૂછપરછ કરવાની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(૧) આરોપી ચિરાગ ગીજુભાઇ ઠાકર વિરૂદ્ધમાં (૧) અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૪/૧૮ ઇ.પી.કો.ક. ૩૦૭ વિ. (ર) સે.ગુ.ર.નં.૧૬/૧ર એમ.વી. એકટ ૧૮પ (૩) પ્રોહી ગુ.ર.નં.૭૧/૧ર (૪) પ્રોહી ગુ.ર.નં.૮૮/૧ર (પ) પ્રોહી ગુ.ર.નં.ર૮/૧૩ (૬) પ્રોહી ગુ.ર.નં. ૮૮/૧૩ (૭) પ્રોહી યુ.ર.નં. પ૬૦/૧પ તેમજ (૮) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.રર/૧૮ એમ.વી. એકટ ક. ૧૮પ મુજબના ગુન્હા નોંધાયેલ છે.

(ર) આરોપી વનરાજ બાબુભાઇ ધાધલ વિરૂદ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૮૪/૧૬ ઇ.પી.કો. ક. ૩ર૬ વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ છે. (૮.૧૧)

(4:07 pm IST)